Gujarat News/ રાહુલ ગાંધીની દિલ્હી રેલીમાં ગેરહાજર રહેનાર ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

રાહુલ ગાંધીના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ગેરહાજર રહેતા ગુજરાત યુથ કોંગ્રેસ(Congress)ના 49 હોદ્દેદારો સસ્પેન્ડ. રાજકારણમાં ગરમાવો

Gujarat Gandhinagar Top Stories Others Breaking News
Congress

Gujarat News: ગુજરાત યુથ કોંગ્રેસ(Congress)માં આંતરિક શિસ્તભંગ સામે હાઈકમાન્ડે કડક પગલું ભર્યું છે. એક સાથે 49 જેટલા હોદ્દેદારોને પદ પરથી સસ્પેન્ડ કરી દેવાતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં ગેરહાજરી બની કારણ

દિલ્હી ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન અને કૂચ યોજાઈ હતી. તેમાં કોઈ વ્યાજબી કારણ વગર ગેરહાજર રહેનારા સ્ટેટ સેક્રેટરી તેમજ 24 જેટલા જિલ્લા પ્રમુખો સામે ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) દ્વારા આ સજાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

યુથ કોંગ્રેસ(Congress)માં ખળભળાટ

પક્ષના આ કડક નિર્ણયથી યુથ કોંગ્રેસના સ્થાનિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એકસાથે આટલા હોદ્દેદારો સામે કાર્યવાહી થતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ તેની ચર્ચા શરૂ થઈ છે.


આ પણ વાંચો:Gujaratકોંગ્રેસમાં 3 મોટા ફેરફાર, કાનુગોલુને કમાન
આ પણ વાંચો:Kutch કોંગ્રેસમાં ભૂકંપ! ટિકિટોના ‘સોદા’ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મહિલા નેતાએ છોડ્યો પક્ષ
આ પણ વાંચો:જામનગરમાં BJPકોંગ્રેસ ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા