Kutch News/ Kutch Congressમાં ભૂકંપ! ટિકિટોના ‘સોદા’ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મહિલા નેતાએ છોડ્યો પક્ષ

Kutch Congressમાં ચૂંટણી પહેલા મોટું રાજીનામું. મહિલા અગ્રણી માનસી શાહે જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલ પર ટિકિટોના વેપાર અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પક્ષ છોડ્યો.

Top Stories Gujarat Others
Kutch Congress Internal Dispute

Kutch Congress Internal Dispute: કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસમાં ભયાનક ભડકો થયો છે. ભુજની જૈન સમાજની જાણીતી મહિલા અગ્રણી અને કોંગ્રેસના મહિલા કાર્યકર માનસી શાહે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. માનસી શાહે જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલ પર ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચાર અને ગોટાળાના ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.

Kutch Congress: વફાદારોની બાદબાકી અને ટિકિટોનો ‘વેપાર’?

વર્ષ 2015થી કોંગ્રેસના પાયાના કાર્યકર અને જિલ્લા પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળતા માનસી શાહે પોતાના રાજીનામામાં સનસનીખેજ ખુલાસા કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પક્ષમાં હવે વફાદારીનું કોઈ મૂલ્ય રહ્યું નથી. ટિકિટ વહેંચણીમાં “ભાવતાલ અને વહીવટ” ચાલતો હોવાના ઓડિયો વાયરલ થયા હોવા છતાં જિલ્લા પ્રમુખે કોઈ કાર્યવાહી કરવાને બદલે આવા તત્વોને પ્રોત્સાહન આપ્યું છે.

Kutch Congress Internal Dispute

નબળા ઉમેદવારો ઉતારીને ભાજપને વોકઓવર આપવાનો ખેલ!

રાજીનામામાં સૌથી મોટો ધડાકો એ છે કે, કોંગ્રેસે કેટલીક બેઠકો પર જાણીજોઈને નબળા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આક્ષેપ મુજબ, આ બધું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી સામે પક્ષના ઉમેદવારો બિનહરીફ થઈ જાય અથવા આસાનીથી જીતી જાય. આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે આર્થિક ગોટાળો થયો હોવાની આશંકા માનસી શાહે વ્યક્ત કરી છે.

જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલની વિશ્વસનીયતા પર સવાલ

એક તરફ જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલ પોલીસ અને ઉદ્યોગપતિઓ પર દબાણના આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમના જ પક્ષના નેતાઓ તેમની સામે મોરચો માંડી રહ્યા છે. માનસી શાહના જણાવ્યા મુજબ, પક્ષમાં હવે બ્લેકમેલિંગ કરતા તત્વોનો પ્રભાવ વધી ગયો છે. અગાઉ નખત્રાણા અને મુન્દ્રામાં પણ ટિકિટને લઈને વિવાદ થયો હતો, અને હવે ભુજમાંથી આ રાજીનામું કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરશે.

ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે કપરા ચઢાણ

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કચ્છમાં કોંગ્રેસ હાલમાં માત્ર લખપત જેવી ગણીગાંઠ બેઠકો પર જ મજબૂત છે. આવા સમયે આંતરિક વિખવાદ અને ટિકિટોના વેચાણના આક્ષેપો પક્ષને વધુ નબળો પાડી શકે છે. પાયાના કાર્યકરોની નારાજગી આગામી ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ભારે પડી શકે છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા