Work From Home Culture: ગુજરાત સરકાર હવે ખર્ચમાં ઘટાડો અને ઈંધણ બચત માટે મહત્વપૂર્ણ આયોજન પર વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આઉટડોર સરકારી કાર્યક્રમો હવે વધુ પ્રમાણમાં વર્ચ્યુઅલ માધ્યમથી યોજાય તેવી શક્યતા છે. સરકાર ખાસ કરીને હેલિકોપ્ટરના ઉપયોગમાં ઘટાડો કરીને પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલની બચત કરવા પર ભાર મૂકી રહી છે.
ડિજિટલ માધ્યમથી કાર્યક્રમો યોજવા ચર્ચા
ઉચ્ચ સ્તરે ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, સરકારી કાર્યક્રમોને ડિજિટલ માધ્યમથી આયોજિત કરીને સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો કરવાની દિશામાં વિચારણા થઈ રહી છે. સરકારી વિભાગોને પણ ઈંધણ બચત માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

‘Work From Home’ મોડલને મળશે પ્રોત્સાહન
રાજ્યમાં વધતા પેટ્રોલ-ડીઝલના વપરાશ વચ્ચે હવે કોર્પોરેટ સેક્ટરમાં ‘Work From Home’ કલ્ચરને ફરી પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. બળવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput)એ જણાવ્યું હતું કે, જ્યાં શક્ય હોય ત્યાં સુધી ખાનગી કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ મોડલ અપનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
ખાનગી કંપનીઓ સાથે થશે બેઠક
સરકાર દ્વારા ખાનગી કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં રોજિંદા ટ્રાફિક અને ઈંધણ વપરાશ ઘટાડવા માટે ઓનલાઈન કાર્ય પદ્ધતિ અસરકારક બની શકે છે.
ડિજિટલ કામકાજ પર ભાર
સરકાર હવે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા પર ભાર મૂકી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તમામ નિર્ણયોમાં પ્રોટોકોલ અને વહીવટી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને ઉદ્યોગો તથા કર્મચારીઓ બંનેને અનુકૂળ રહે તે રીતે આયોજન કરવામાં આવશે.
ફરી વધશે Work From Home કલ્ચર?
સરકારના આ સંકેતો બાદ હવે આગામી સમયમાં કોર્પોરેટ ક્ષેત્રમાં ફરી એકવાર ‘Work From Home’ મોડલને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ વધી રહી છે.
આ પણ વાંચો:અશોક ખરાતના અશ્લીલ વીડિયો વાયરલ થતા પીડિતો ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા મજબૂર
આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને
આ પણ વાંચો:UKમાં ઈન્ડિયન રેસ્ટોરાંના મેનેજરે ઈલીગલી વર્કર્સને જોબ પર રાખ્યા, લાગ્યો પ્રતિબંધ
