ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી લંબાવ્યો છે. શુક્રવારે એક પરિપત્ર જારી કરીને DGCAએ કહ્યું કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સની અવરજવર પરનો પ્રતિબંધ 30 નવેમ્બર, 2021 સુધી લંબાવ્યો છે. DGCA ની આ જાહેરાત બાદ આગામી મહિનાનાં અંત સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ રહેશે. નિર્ધારિત વિદેશી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર 2021 નાં રોજ સમાપ્ત થવાનો હતો.

આ પણ વાંચો – મુલાકાત / પીએમ મોદીને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર, ઈટાલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત
આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીની ગતિ ધીમી પડી છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. ગયા વર્ષે, ભારતે સંક્રમણને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાનો હતો, પરંતુ હવે તેને નવેમ્બરનાં અંત સુધી લંબાવવામાં આવ્યો છે. આ માટે DGCA દ્વારા શુક્રવારે સાંજે વિગતવાર સૂચના પણ બહાર પાડવામાં આવી હતી. જો કે આ પ્રતિબંધનાં કારણે એરલાઈન્સ કંપનીઓ છેલ્લા એક વર્ષથી પરેશાન થઈ રહી છે. આ મામલે DGCAએ કહ્યું કે 26/06/20નાં રોજ જારી કરાયેલ નોટિફિકેશનને 30 નવેમ્બરનાં રોજ 23:59 PM સુધી લંબાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ એરલાઈન્સ પરનો પ્રતિબંધ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન ન તો કોઈ કોમર્શિયલ એરક્રાફ્ટ ભારત આવશે અને ન તો અહીંથી જશે. જો કે, લોકો ખાસ રૂટ પર ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ફ્લાઇટ્સનો ઉપયોગ કરી શકે છે. આ માટે, તેઓએ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. DGCA એ સ્પષ્ટતા કરી કે કાર્ગો જહાજોને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો – પેટાચૂંટણી / લોકસભાની ત્રણ, વિધાનસભાની 29 બેઠકો માટે આજે પેટાચૂંટણી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ
કોરોનાવાયરસ મહામારીનાં કારણે ગયા વર્ષે 23 માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. ત્યારપછી એવિએશન ઓથોરિટીએ આ પ્રતિબંધને ઘણી વખત લંબાવ્યો છે. પ્રતિબંધનાં બે મહિના પછી 25 મે, 2020 નાં રોજ ઘરેલુ હવાઈ સેવા ફરી શરૂ થઈ. સરકારે હવે 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સની ક્ષમતા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. એક વરિષ્ઠ નાગરિક ઉડ્ડયન અધિકારીએ સંકેત આપ્યો છે કે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાદવામાં આવેલા નિયંત્રણો તાત્કાલિક હટાવવામાં આવે તેવી શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે એર બબલ વ્યવસ્થા હેઠળ હાલની ફ્લાઈટ્સ માંગને પહોંચી વળવા માટે પૂરતી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે ભારતમાં 25 થી વધુ દેશો સાથે એર બબલની વ્યવસ્થા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….
