Not Set/ PAK ને મળ્યા પુલવામા પર ડોઝિયર, ભારતીય પાયલોટને પરત કરવા પર પણ વિચાર!

પુલવામા આતંકી હુમલાના તાર પાકિસ્તાનથી જોડાયેલા હોવાના વિશે તમામ પુરાવાને ભારત તરફથી મોકલે ડોઝિયર પાકિસ્તાનને મળી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતના ગિરફતાર પાયલોટના વિશેના નિર્ણય આગામી થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે. પાકિસ્તાની વિદેશ મંત્રીનું કહેવું છે કે જો ભારતીય પાયલોટને પરત કરવાથી બંને દેશો […]

Top Stories India Trending

પુલવામા આતંકી હુમલાના તાર પાકિસ્તાનથી જોડાયેલા હોવાના વિશે તમામ પુરાવાને ભારત તરફથી મોકલે ડોઝિયર પાકિસ્તાનને મળી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતના ગિરફતાર પાયલોટના વિશેના નિર્ણય આગામી થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે. પાકિસ્તાની વિદેશ મંત્રીનું કહેવું છે કે જો ભારતીય પાયલોટને પરત કરવાથી બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થાય છે, તો તે તેના પર વિચાર કરી શકે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મુહમ્મદ ફેઝલે આ વાતની પુષ્ટિ કરી છે કે પુલવામા હુમલા વિશે ડોઝિયર ગુરુવારે મળી ચુક્યું છે. તેમણે જણાવ્યું હતું કે હાલ સત્તાવાળાઓએ આ ડોઝિયરનું વિશ્લેષણ કર્યું નથી અને જો પૂરતા પુરાવા મળે છે તો વડાપ્રધાન ઇમરાન ખાનના નિર્દેશનમાં કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ગિરફતાર ભારતીય પાયલોટને શું થશે તે અંગેના નિર્ણયને આગામી થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતીય પાયલોટ સલામત અને સ્વસ્થ છે.

તેમણે કહ્યું, “ભારતે આ મુદ્દો અમારા સમક્ષ ઉઠાવ્યો છે. આગામી કેટલાક દિવસોમાં અમે આ અંગે નિર્ણય કરીશું કે તેમના મામલા જેનેવા કન્વેન્શન લાગુ પડે છે કે નહીં, તેમને યુદ્ધબંધીનો દરજો આપવામાં આવે ક નહીં.

તેમણે કહ્યું કે પાકિસ્તાનનું એવું માનવું છે કે અમારી એયરસ્પેસમાં ભારતીય એયરક્રાફટનું ઘૂસવું અમારા ‘સૈન્ય પ્રતિષ્ઠાઓ પર હુમલો’ જ છે. પરંતુ પાકિસ્તાન જે વાયુસેના હુમલો કર્યો તે બિન લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિમાં કેટલાક સુધારા થવાની આશા છે. વિયતનામના હનોઈમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન તરફથી સારા સમાચાર આવી રહ્યા છે, બંને વચ્ચે ચાલી રહેલી તણાવ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. અમેરિકાનો દાવો છે કે આ બધામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન તરફથી એક આકર્ષક સમાચાર આવી રહ્યા છે, બંને દેશોમાં છેલ્લા લાંબા સમયથી તણાવ ચાલુ છે. અમે આ મુદ્દાને હલ કરવામાં મધ્યસ્થી કરી રહ્યા છીએ, અમને સારી સમાચાર મળી રહી છે. અમને આશા છે કે સદીઓથી આ તણાવ હવે જલ્દી જ ખત્મ થશે.