અમદાવાદ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આજે સંગઠન-સંવાદ કાર્યક્રમ અંતર્ગત બુથ કાર્યકર્તાઓ સાથે મેરા બુથ સબસે મજબુત મુદ્દે બુથ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બુથ કાર્યકર્તાઓને સોશિયલ મિડીયા સંદર્ભે વધુ જાગરૂકતા દાખવવા અપીલ કરી હતી. સોશિયલ મિડીયા પર ફેક ન્યુઝથી દૂર રહેવા અને માત્ર સકારાત્મક વાતો ફેલાવા જ કાર્યકર્તાઓન અપીલ કરી હતી.
લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક બુથને અંકે કરવા પીએમએ હાકલ કરી હતી. કાર્યક્રમ બાદ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલે મિડીયાને જણાવ્યુ હતું કે પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે એકલુ પાડી દીધુ છે.
જો કે કોંગ્રેસે તેના ગુજરાત ખાતેના કાર્યક્રમો રદ કર્યા છે પરંતુ ભાજપે તેના કાર્યક્રમો યથાવત રાખવા મુદ્દે કે. સી. પટેલે ચોખવટ કરી હતી કે કોંગ્રેસને ગુજરાતના કાર્યક્રમમાં મિડીયા અ્ને જનતાનું સમર્થન નહી મળે તેવું લાગત તેણે કાર્યક્રમો રદ કર્યા હોય તેવું બની શકે.
