Gandhinagar/ CM ભુપેન્દ્ર પટેલે અડાલજના જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને……….

Top Stories Gandhinagar Ahmedabad Gujarat

Ahmedabad News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.

આ અવસરે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સદસ્ય નરહરિ અમીન , ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, ગાંધીનગર
એસ. પી વાસમશેટ્ટી રવિતેજા, મેયર મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને