Ahmedabad News/ વિરમગામમાં નશામાં ધૂત કોન્સ્ટેબલનો હંગામો,કારના કાચ તોડ્યા

નશાની હાલતમાં રહેલા કોન્સ્ટેબલે (Drunk Constable)ગુસ્સામાં આવી કારના કાચ તોડી નાખ્યા હતા

Gujarat Ahmedabad Breaking News
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં એક નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે (Drunk Constable)જાહેર રસ્તા પર ભારે હંગામો મચાવતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના વિરમગામમાં એક નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે (Drunk Constable)જાહેર રસ્તા પર ભારે હંગામો મચાવતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, કોન્સ્ટેબલે પહેલા એક કાર ચાલક સાથે બોલાચાલી કરી હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા જાહેરમાં મારામારી સુધી પહોંચ્યો હતો.

નશાની હાલતમાં રહેલા કોન્સ્ટેબલે (Drunk Constable)ગુસ્સામાં આવી કારના કાચ તોડી નાખ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નશાની હાલતમાં રહેલા કોન્સ્ટેબલે (Drunk Constable)ગુસ્સામાં આવી કારના કાચ તોડી નાખ્યા હતા, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું હતું. ઘટનાસ્થળે હાજર લોકો ભેગા થઈ જતા બજારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા PSI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, આરોપી કોન્સ્ટેબલે PSI સામે પણ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આખરે પોલીસે કોન્સ્ટેબલને કાબૂમાં લઈ અટકાયત કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો કેટલાક લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જાહેરમાં પોલીસ કર્મચારીના આવા વર્તનને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને પોલીસ વિભાગ સામે પણ સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો : દારૂના નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલને લોકોએ માર્યો ઢોરમાર, છ લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો : વડોદરામાં નશામાં ધૂત નબીરાની હરકત, યુવતીને ટક્કર બાદ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી

આ પણ વાંચો : લ્યો બોલો વડોદરામાં હેડ કોન્સ્ટેબલે દારૂ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનની બહાર હંગામો મચાવ્યો