Ahmedabad News/ AMCમાં લાખોનું કૌભાંડ, પૂર્વ ઝોનના 4 અધિકારીઓ સસ્પેન્ડ

આ ઘટનાએ AMCની કામગીરી અને ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે

Gujarat Ahmedabad Breaking News
અમદાવાદ AMCમાં મોટું કૌભાંડ: પૂર્વ ઝોનના 4 અધિકારીઓ સસ્પેન્ડ, 20 લાખના નુકસાનનો આરોપઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે

Ahmedabad News : અમદાવાદ AMCમાં મોટું કૌભાંડ: પૂર્વ ઝોનના 4 અધિકારીઓ સસ્પેન્ડ, 20 લાખના નુકસાનનો આરોપઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એકસરખા બિલો પાસ કરી, બુકમાં ફેરફાર અને ડુપ્લિકેટ મેઝરમેન્ટ દ્વારા કૌભાંડ આચરવાના આક્ષેપો સામે એએમસી કમિશનર Banchhanidhi Pani એ આકરો નિર્ણય લીધો છે.

માહિતી મુજબ, આ કૌભાંડને કારણે એએમસીને અંદાજે 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ગેરરીતિઓ સામે આવતા રાજેશ રાઠવા, ઉત્કર્ષ ભાભોર, રમેશ બારિયા અને અલ્પેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કામના માપદંડોમાં ગેરરીતિ કરીને ડુપ્લિકેટ મેઝરમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા અને એકસરખા બિલો રજૂ કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થયો હતો.એએમસી હવે આ મામલે સંબંધિત કન્સ્ટ્રક્શન કંપનીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારીમાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધ્રુવી બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ રહી છે. એએમસીના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે મોટા અધિકારીઓની છત્રછાયામાં લાંબા સમયથી ભ્રષ્ટાચાર ચાલતો હતો, પરંતુ હાલ નાના અધિકારીઓ સામે કાર્યવાહી થતા અનેક સવાલો ઊભા થયા છે.

આ ઘટનાએ AMCની કામગીરી અને ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હવે જોવાનું રહ્યું કે તપાસનો વ્યાપ મોટા અધિકારીઓ સુધી પહોંચે છે કે નહીં.


આ પણ વાંચો : અમદાવાદ AMC માં ભાજપનો દબદબો, 11 વોર્ડમાં આખી પેનલનો વિજય

આ પણ વાંચો : અમદાવાદ AMC ચૂંટણી: ‘પાકિસ્તાન એન્ટ્રી’ નિવેદનથી વિવાદ, ભૂષણ ભટ્ટ બોલ્યા-ખાડિયા અખંડ રહેશે

આ પણ વાંચો : અમદાવાદ AMCની બજેટ રિવ્યુ કમિટી યોજાશે, બપોરે 3.30 કલાકે યોજાશે બેઠક, બેઠકમાં બજેટના કામ અંગે કરાશે ચર્ચા, સ્ટેન્ડીગ ચેરમેનની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, વર્ષ-2021-22 માટે મંજૂર થયેલાં