Gujarat Local Body Election 2026/ અમદાવાદ AMC ચૂંટણી: ‘પાકિસ્તાન એન્ટ્રી’ નિવેદનથી વિવાદ, ભૂષણ ભટ્ટ બોલ્યા-ખાડિયા અખંડ રહેશે

AMC elections: ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 7 એપ્રિલે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ચર્ચા, 9 એપ્રિલે પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMC electionsમાં ‘પાકિસ્તાન’ની એન્ટ્રીનો દાવો!

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ચહલપહલ તેજ બની છે. રાજ્યમાં 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી (AMC elections)ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. આજ રોજ 7 એપ્રિલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેના ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવશે.

પેનલ સિસ્ટમથી ઉમેદવારોની પસંદગી

જિલ્લા અને શહેર સ્તરે સંકલનકારો દ્વારા દરેક બેઠક માટે 3થી 4 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાંથી અંતિમ ઉમેદવારના નામ પર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મહોર મારશે.ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા માટે ચાર બેઠકો માટે કુલ 12 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે, જે ભાજપ માટે પસંદગી પ્રક્રિયાને વધુ સ્પર્ધાત્મક બનાવે છે.

AMC elections

AMC elections: ખાડિયા મુદ્દે રાજકીય ગરમાવો

આ વચ્ચે ખાડિયા વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. જમાલપુર-ખાડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આપેલા નિવેદને ચર્ચા જગાવી છે. તેમણે જણાવ્યું કે, “ચૂંટણી (AMC elections)ઓ વખતે કેટલાક તત્વો ઇલેક્શન ટુરિઝમ શરૂ કરે છે, પરંતુ ખાડિયાની એકતા અખંડ છે અને તેને ખંડિત થવા નહીં દઈએ.” ચારધામની યાત્રા કરતાં વધારે મહત્વ અખંડ ખાડિયાને ખંડિત કરવામાં હોય છે, પરંતુ 1972થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીતતું આવ્યું છે, ત્યારે 2026ની ચૂંટણીમાં આપણે સૌ ભેગા મળીને સંકલ્પ કરીએ કે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ. તેમણે ભાજપના કાર્યકરોને એકતા જાળવી રાખવા અને વિસ્તારની ઓળખ જાળવવા માટે સંકલ્પ લેવા પણ આહ્વાન કર્યું.

9 એપ્રિલે પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા

સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ (BJP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી 9 એપ્રિલે જાહેર થઈ શકે છે. આ યાદીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવી મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામ સામેલ રહેવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપ ઉમેદવારોની જાહેરાત ઝડપથી કરવા માગે છે.

તબક્કાવાર જાહેરાતની તૈયારી

મહાનગરપાલિકાની યાદી બાદ ધીમે ધીમે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામોની જાહેરાત પણ કરવામાં આવશે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારની પસંદગીના નવા નિયમોઃ 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં મળે