Khyati Hospital Scam/ ફક્ત રૂપિયા જ બનાવવાનું લક્ષ્ય, બ્લોકેજ હોય કે ન હોય રોજના 30 ઓપરેશન કરો

હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત અને ડાયરેક્ટર કાર્તિક પટેલ પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે નાણાં કમાવવા માટે દિવસમાં ઓછામાં ઓછી 30 જેટલી સર્જરીનો લક્ષ્યાંક રાખતા હતા.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: એસ જી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ જરૂરિયાત ન હોય તેવા દર્દીઓને પણ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંત વઝીરાણીને સાથે રાખીને તપાસ શૂરૂ કરી હતી. ચોકાવનારો ખુલાસો થયો હતો કે હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત અને ડાયરેક્ટર કાર્તિક પટેલ પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે નાણાં કમાવવા માટે દિવસમાં ઓછામાં ઓછી 30 જેટલી સર્જરીનો લક્ષ્યાંક રાખતા હતા. પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસમાં કરતા કેસને લગતા અનેક દસ્તાવજો પણ જપ્ત કર્યા છે. બીજી તરફ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઈમબ્રાંચ સહિતની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગરીબોની યોજનાથી ડોક્ટર અને સંચાલકોનું “અમીર’ બનવાનું ષડયંત્ર
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના સ્ટેન્ટ મુકતા સમયે થયેલા મરણ અને ખોટા રિપોર્ટ બનાવીને સર્જરી કરવાના મામલે દાખલ થયેલી ફરિયાદ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડા અને તેમના સ્ટાફે ડોક્ટરને ડો. પ્રશાંત વઝીરાણીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરી હતી. વઝીરાણીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ડોક્ટરને હોસ્પિટલમાં ચાલતા કૌભોંડની તમામ માહિતી હતી, જેમાં 40 ટકાથી ઓછું બ્લોકેજ હોય તો પણ તે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઇઓ ચિરાગ રાજપુત સાથે મળીને પીએમજેએવાયની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરીને સર્જરી કરતો હતો.

પીએમજેએવાય હેઠળ 30થી વધુ સર્જરીનો ટારગેટ નક્કી કરાયો હોવાની વિગતો પોલીસને મળી છે. ડૉ. પ્રશાંતની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ પીએમજેએવાય હેઠળ એન્જિયોપ્લાસ્ટીના દોઢ લાખ રૂપિયા લેતી હતી. જ્યારે પ્રશાંતને સર્જરી કરવા માટે 15 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે એન્જિયોગ્રાફીના 800 રૂપિયા મળતા હતા. પીએમજેએવાય હેઠળ અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં કેટલી સર્જરી કરવામાં આવી છે? તે અંગેની વિગતો પોલીસે મંગાવી છે. બીજી તરફ સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપુતને ઝડપી લેવા માટે તેમના નિવાસ સ્થાને તેમજ અન્ય જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી.

દર્દીઓ આઘાતમાં

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી અક્ષમ્ય બેદરકારી બાદ કડી તાલુકાના બોરીસણા ગામના ૧૭ દર્દીઓ હજી પણ એક પ્રકારે આઘાતમાં છે. ખોટી રીતે સારવારના લીધે તિઓ ચિંતામાં મૂકાઈ ગા છે. ગુરુવારે આ પૈકી એકને મામલો શ્વાસ લેવામાં સમસ્યા નડતાં કડી જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ દ્વારા આ ગામના 19 દર્દીઓ દાખલ કરાયા હતા, જેમાંથી 17 હવે ઘરે આવી ગયા છે જ્યારે બેના મૃત્યુ થયા હતા.

 કુખ્યાત ડો. પ્રશાંત વજીરાણી 7 હોસ્પિટલમાં જતો હતો
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારો ડોક્ટર પ્રશાંત વજીરાણી અમદાવાદની 8 હોસ્પિટલમાં તરીકે જતો હતો, જેમાં સંજીવની વસ્ત્રાપુર, જીવરાજ મહેતા, વેજલપુર, ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-એસ.જી. હાઈવે, આરના કાર્ડિયોલોજીસ્ટ | હોસ્પિટલ-પાલડી, એમ્સ હોસ્પિટલ-પાલડી, હોસ્પિટલ- હેલ્થ-1, હોસ્પિટલ શીલજ, અર્થમ્ હોસ્પિટલ- હોસ્પિટલ-I પોલિટેફનિક્નો સમાવેશ થાય છે.

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બદલ સિવિલની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીને બે દિવસ બાદ રજા આપી દેવામાં આવી છે. સોમવારે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ બુધવારે આ દર્દીનું સ્વાસ્થ્ય કથળતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. . તેમનું સ્વાસ્થ્ય સુધરતાં શુક્રવારે તેમને રજા આપી દેવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી હવે હાલમાં એકપણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી.

એન્જિયોગ્રાફીની સીડી હવે સિવિલ મોકલાશે
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા આ એન્જિયોગ્રાફી બરાબર કરવામાં આવી હતી કે કેમ અને આ પૈકીના કેટલાક દર્દીઓને સ્ટેન્ટ મૂકવાની જરૂર હતી કે નહીં : તે ચકાસવા માટેની કે સીડી સિવિલની યુએન મહેતા હોસ્પિટલમાં મોકલાશે. સિવિલના ડોક્ટરો આ સીડીનો અભ્યાસ કરીને પોતાનો રીપોર્ટ આગામી દિવસોમાં આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન

આ પણ વાંચો:PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!

આ પણ વાંચો:ગુજરાતમાં PMJAYમાં કરોડોનો ભ્રષ્ટાચાર, 13860 ઓપરેશન એક જ સમયે બે હોસ્પિટલમાં