Entertainment News: કરી બાર્કર દ્વારા નિર્દેશિત સાયકોલોજિકલ હોરર-થ્રિલર ફિલ્મ (Obsession OTT Release) માટે દર્શકોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. માત્ર 8 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરના બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. સિનેમાઘરોમાં દર્શકોને ડરાવ્યા બાદ હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ માટે તૈયાર છે.
મે 2026માં રિલીઝ થયેલી (‘Obsession’) એ પોતાની અનોખી હોરર સ્ટોરી અને થ્રિલિંગ કન્ટેન્ટને કારણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે ફિલ્મના (OTT) રિલીઝની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, જેના કારણે ફિલ્મપ્રેમીઓમાં ઉત્સુકતા વધી છે.
Obsession OTT Release ક્યારે અને ક્યાં થશે?

Obsession OTT Release (30 ઓક્ટોબર 2026) ના રોજ થવાની છે. જિયો હોટસ્ટારે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આ અંગે જાહેરાત કરી છે. ફિલ્મનું ઓરિજિનલ અને અનકટ વર્ઝન 30 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યાથી સ્ટ્રીમ થશે.
ફિલ્મ દર્શકોને JioHotstar પર જોવા મળશે અને તે અંગ્રેજી તથા હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે. ખાસ વાત એ છે કે હેલોવીનના અવસરને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ટ્રીમિંગ તારીખ નક્કી કરવામાં આવી છે.
‘Obsession’ની કહાની શું છે?

‘Obsession’ની કહાની બેર નામના એક યુવકની આસપાસ ફરે છે. બેર તેની મિત્ર નિક્કીને ખૂબ પસંદ કરે છે, પરંતુ તે પોતાના પ્રેમનો ઇઝહાર કરતા ડરે છે. તેને ભય હોય છે કે જો તે નિક્કીને પોતાની લાગણી જણાવી દેશે તો તેમની મિત્રતા પણ તૂટી શકે છે.
એક દિવસ બેરને એક દુકાનમાંથી ઈચ્છા પૂરી કરી શકે તેવી રહસ્યમય છડી મળે છે. તે છડી ખરીદ્યા બાદ પોતાની કારમાં તેને તોડી નાખે છે અને ઈચ્છા વ્યક્ત કરે છે કે નિક્કી તેના પ્રેમમાં પડી જાય અને તેની પાછળ સંપૂર્ણપણે દીવાની બની જાય.
પરંતુ તેની આ ઈચ્છા ધાર્યા કરતાં પણ વધારે ભયાનક પરિણામ લાવે છે. ફિલ્મની આગળની કહાનીમાં પ્રેમ, ડર અને રહસ્યનું રોમાંચક મિશ્રણ જોવા મળે છે.
‘Obsession’ની બોક્સ ઓફિસ કમાણી
![]()
‘Obsession’એ બોક્સ ઓફિસ પર પણ શાનદાર પ્રદર્શન કરીને દર્શકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. Obsession Box Office Collectionની વાત કરીએ તો, ફિલ્મે વિશ્વભરમાં લગભગ (522 મિલિયન ડોલર), એટલે કે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે (₹4,795 કરોડ)ની જંગી કમાણી કરી છે. માત્ર 8 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે આ આંકડો તેની મોટી વ્યાવસાયિક સફળતા દર્શાવે છે. ફિલ્મની કમાણી તેની લોકપ્રિયતા અને દર્શકોમાં રહેલા ક્રેઝનો પણ અંદાજ આપે છે.
ભારતમાં પણ ‘Obsession’ને સારો પ્રતિસાદ મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ (₹99.25 કરોડ) ની કમાણી કરી છે. ખાસ વાત એ છે કે ઓછા બજેટમાં બનેલી આ સાયકોલોજિકલ હોરર ફિલ્મે ભારતમાં પણ પોતાની મજબૂત પકડ બનાવી છે. વિશ્વભરની કમાણી અને ભારતમાં મળેલા પ્રતિસાદને જોતા ને 2026ની ચર્ચિત અને સફળ હોરર ફિલ્મોમાં સ્થાન મળ્યું છે. હવે ફિલ્મની(OTT )રિલીઝ બાદ તેની લોકપ્રિયતા વધુ વધવાની શક્યતા છે.
પહેલાં Amazon Prime Video પર રેન્ટ પર ઉપલબ્ધ હતી

‘Obsession’ને અગાઉ Amazon Prime Video પર રેન્ટ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હવે ફિલ્મનું ઓરિજિનલ અનકટ વર્ઝન (JioHotstar) પર સ્ટ્રીમ થવાનું હોવાથી દર્શકોમાં તેની OTT રિલીઝને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો તમને સાયકોલોજિકલ હોરર અને થ્રિલર ફિલ્મો પસંદ છે, તો હેલોવીન દરમિયાન રિલીઝ થનારી (‘Obsession’ ) એક રસપ્રદ વિકલ્પ બની શકે છે.
