Tech & Auto News :દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ (Reliance Jio) એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ એનિવર્સરી પ્લાન લોન્ચ કર્યો (Jio) છે. કંપનીના રૂ. 3599 વાળા પોપ્યુલર વાર્ષિક પ્રીપેડ પ્લાન સાથે યુઝર્સને બોનસ ડેટા, પ્રીમિયમ ઓટીટી (OTT) સબ્સ્ક્રિપ્શન અને AI ક્લાઉડ સ્ટોરેજ જેવી અનેક ફ્રી સેવાઓ આપવામાં આવી રહી છે.
આખા વર્ષ દરમિયાન મળશે 1032.5 GB સુધી હાઈ-સ્પીડ ડેટા
રૂ. 3599નો આ પ્લાન 365 દિવસની વેલિડિટી ધરાવે છે. આ પ્લાનમાં મળતા મુખ્ય ફાયદા નીચે મુજબ છે
દૈનિક ડેટા અને કોલિંગ: દરરોજ 2.5 GB ડેટા (કુલ 912.5 GB) સાથે અમર્યાદિત વોઇસ કોલિંગ અને પ્રતિદિન 100 SMS ની સુવિધા.
બોનસ ડેટા ઓફર: એનિવર્સરી ઓફર હેઠળ 12 મહિના માટે દર મહિને 10 GB બોનસ ડેટા (કુલ 120 GB બૂસ્ટર) ઉમેરાશે, જેથી કુલ ડેટા 1032.05 GB સુધી પહોંચશે.
અનલિમિટેડ 5G: યોગ્ય 5G સ્માર્ટફોન અને કવરેજ ધરાવતા યુઝર્સ માટે અનલિમિટેડ 5G ઈન્ટરનેટ વપરાશ ઉપલબ્ધ રહેશે.
JioTV Pro અને JioHotstar નો મનોરંજન ધમાકા
આ વાર્ષિક પ્લાન સાથે યુઝર્સને 12 JioTV Pro પેક વાઉચર્સ (રૂ. 55 પ્રતિ વાઉચર મૂલ્ય) મળશે, જેનાથી 1000 થી વધુ લાઇવ ટીવી ચેનલોનો આનંદ માણી શકાશે. આ ઉપરાંત, JioHotstar Mobile + Hollywood નું સબ્સ્ક્રિપ્શન અને 50 GB Jio AI Cloud સ્ટોરેજ ફ્રી આપવામાં આવી રહ્યું છે.
રૂ. 35100 મૂલ્યનું Google AI Pro સબ્સ્ક્રિપ્શન બિલકુલ ફ્રી
આ પ્લાનનું સૌથી મોટું આકર્ષણ 18 મહિના માટે મળતું Google AI Pro સબ્સ્ક્રિપ્શન છે. આમાં યુઝર્સને Gemini AI ના એડવાન્સ્ડ ફીચર્સ અને 5TB ક્લાઉડ સ્ટોરેજ મેળવવાની તક મળશે. આ સિવાય, EaseMyTrip પર ફ્લાઇટ બુકિંગ પર રૂ. 2200 સુધી અને AJIO પર ખરીદી પર રૂ. 200 સુધીનું ડિસ્કાઉન્ટ વાઉચર પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :હવે લેપટોપ ફોલ્ડ નહીં પરંતુ રોલ થશે! Lenovo એ રજૂ કર્યું વિશ્વનું અનોખું Rollable Laptop
આ પણ વાંચો :ભારતીય માર્કેટમાં ધમાકો! 9,000mAh ની દમદાર બેટરી અને 50MP OIS કેમેરા સાથે Poco X8 5G લોન્ચ
આ પણ વાંચો :ChatGPT વાપરતા ફ્રી યુઝર્સ માટે મોટું અપડેટ: હવે જવાબની નીચે દેખાશે Sponsored Ads
