Tech News/ ChatGPT વાપરતા ફ્રી યુઝર્સ માટે મોટું અપડેટ: હવે જવાબની નીચે દેખાશે Sponsored Ads

ChatGPTના ફ્રી યુઝર્સ માટે જવાબની નીચે સ્પૉન્સર્ડ એડ્સ દેખાવાની શરૂઆત થવા જઈ રહી છે. જાણો આ એડ્સ કેવી રીતે કામ કરશે અને તમારી પ્રાઇવસી કેટલી સુરક્ષિત છે.

Trending Tech & Auto
ChatGPT

ChatGPT Free Version Sponsored Ads:  ChatGPT વાપરતા ફ્રી યુઝર્સ માટે એક મોટો ફેરફાર સામે આવ્યો છે. હવે ચેટજીપી પર કોઈ સવાલ પૂછ્યા બાદ મળતા જવાબની નીચે Sponsored Advertisement જોવા મળી શકે છે. OpenAIએ ચેટજીપી Adsને ધીમે ધીમે વિવિધ દેશોમાં વિસ્તારવાનું શરૂ કર્યું છે અને 31 ઓગસ્ટ 2026થી ભારત સહિત અનેક નવા બજારોમાં જાહેરાતો માટે self-service Ads Manager ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

કોને જોવા મળશે Ads?

હાલમાં જાહેરાતો મુખ્યત્વે Free અને Go પ્લાનના યુઝર્સ માટે ઉપલબ્ધ હોઈ શકે છે. જ્યારે Plus, Pro, Business, Enterprise અને Edu જેવા પ્લાનમાં Ads દર્શાવવામાં આવતા નથી.  જોકે, દરેક સવાલના જવાબની નીચે જાહેરાત દેખાશે એવું જરૂરી નથી. કઈ જાહેરાત બતાવવી તે પ્લેટફોર્મના Ads સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે.

જવાબની નીચે દેખાશે Sponsored Ad

ધારો કે તમે ચેટજીપીટી પર કોઈ પ્રોડક્ટ, સર્વિસ અથવા ખરીદી સંબંધિત માહિતી પૂછો છો. ChatGPT સામાન્ય રીતે તમારો જવાબ આપશે અને તેના નીચે અલગથી Sponsored Ad દેખાઈ શકે છે. OpenAI મુજબ જાહેરાતને ChatGPTના સામાન્ય જવાબથી અલગ અને સ્પષ્ટ રીતે Sponsored તરીકે દર્શાવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે Ads ChatGPTના જવાબને પ્રભાવિત નહીં કરે. જાહેરાત આપનાર કંપની પાસે ChatGPTના જવાબોને બદલવા કે પ્રભાવિત કરવાની ક્ષમતા નથી.

ChatGPT

શું કંપનીઓ તમારી ચેટ વાંચી શકશે?

આ સવાલને લઈને ઘણા યુઝર્સમાં ચિંતા છે. OpenAIના જણાવ્યા મુજબ advertisersને તમારી વ્યક્તિગત chats, chat history, memories, નામ, ઈમેલ અથવા અન્ય વ્યક્તિગત વિગતોની ઍક્સેસ આપવામાં આવતી નથી. જાહેરાતદાતાઓને મુખ્યત્વે તેમની જાહેરાતના views અને clicks જેવા aggregate performance data મળે છે. જોકે, Adsને વધુ relevant બનાવવા માટે ચેટજીપીટી ની પોતાની સિસ્ટમ વર્તમાન conversationનો context અને કેટલીક settingsના આધારે અન્ય signalsનો ઉપયોગ કરી શકે છે. Personalized Ads ચાલુ હોય તો broader ChatGPT experienceમાંથી પસંદગીના signals પણ ઉપયોગમાં આવી શકે છે.

ભારત માટે પણ શરૂ થયું Adsનું વિસ્તરણ

OpenAIએ 31 ઓગસ્ટે જણાવ્યું હતું કે ચેટજીપીટી Ads હવે 40થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે અને ભારત સહિત Europe, Middle East અને North Africaમાં self-service Ads Managerનું વિસ્તરણ શરૂ થયું છે. કંપનીએ જણાવ્યું છે કે Adsનો હેતુ Free અને ઓછી કિંમતની ચેટજીપી ઍક્સેસને સપોર્ટ કરવાનો છે. અર્થાત, આવનારા સમયમાં ChatGPTના Free વર્ઝનનો ઉપયોગ કરતી વખતે સવાલોના જવાબની નીચે Sponsored Ads જોવા મળવી વધુ સામાન્ય બની શકે છે.


આ પણ વાંચો :બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાની શરૂઆત; ડાર્ક મેટર હોવાના મળ્યા સંકેતો

આ પણ વાંચો :જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી

આ પણ વાંચો :એપલનો નવો ધમાકો; ટૂંક સમયમાં લોન્ચ થશે કેમેરાથી સજ્જ એરપોડ્સ