Lifestyle News : આજના આધુનિક વર્ક કલ્ચરમાં ઓફિસની ડેડલાઈન, મીટિંગ્સ અને કામના સતત દબાણને લોકો દિનચર્યાનો એક ભાગ ગણીને સહન કરી લે છે. પરંતુ આરોગ્ય (Mental Health) ક્ષેત્રના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતની પુખ્ત વસ્તીના લગભગ 10.6 % લોકો કોઈને કોઈ ગંભીર માનસિક વિકૃતિ (Mental Disorder) થી પીડાઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે માનસિક તકલીફ અનુભવતા મોટાભાગના લોકો સમયસર નિષ્ણાતોની સલાહ કે સારવાર મેળવતા નથી.
Mental Health : સામાન્ય તણાવ ક્યારે બની જાય છે ગંભીર બીમારી?
કામનું વધારાનું દબાણ કે ક્યારેક થતી ચિંતા ક્ષણિક હોઈ શકે છે. પરંતુ જ્યારે આ માનસિક અશાંતિ (Depression)થોડા દિવસો પૂરતી સીમિત ન રહેતાં કાયમી રૂપ ધારણ કરી લે અને વ્યક્તિની દૈનિક કાર્યક્ષમતા, ઊંઘ તથા અંગત સંબંધોને અસર કરવા લાગે, ત્યારે તેને માત્ર ‘કામનું દબાણ’ ગણીને નજરઅંદાજ કરવું જોખમી સાબિત થઈ શકે છે.
આ સંકેતો જણાય તો તાત્કાલિક સાવધાન થાઓ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના માર્ગદર્શન અનુસાર, જો તમારામાં કે આસપાસ કોઈ વ્યક્તિમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે તો તેને ગંભીરતાથી લેવાની જરૂર છે
વ્યવહારમાં ફેરફાર: સતત ચીડિયાપણું, બિનજરૂરી ગભરાટ અને લોકો કે સામાજિક વર્તુળથી દૂર ભાગવાની વૃત્તિ.
શારીરિક અને માનસિક થાક: પર્યાપ્ત આરામ છતાં સતત સુસ્તી અનુભવવી, ઊંઘમાં અનિયમિતતા (અનિદ્રા કે વધુ પડતી ઊંઘ) અને ભૂખમાં ફેરફાર થવો.
કામમાં એકાગ્રતાનો અભાવ: રોજિંદા કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી અથવા જે પ્રવૃત્તિઓમાં અગાઉ આનંદ આવતો હોય તેમાં રસ ઉડી જવો.
માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા માટે સમયસર નિદાન જરૂરી
જો આ પ્રકારની માનસિક તકલીફ લાંબા સમય સુધી ચાલુ રહે અને વ્યક્તિ પોતાની દૈનિક પ્રવૃત્તિઓ જાતે સંભાળવામાં અસમર્થ જણાય, તો તબીબી નિષ્ણાત કે માનસિક રોગચિકિત્સક (Mental Health Professional) ની મદદ લેવામાં જરાય હિચકિચાવું જોઈએ નહીં.
આ પણ વાંચો : તમારા વાળ પણ થઈ જાય છે ફ્રીઝી…રુખા-સૂખા..! આ ટિપ્સ અજમાવો…સ્મૂધ અને શાઈની લાગશે!
આ પણ વાંચો :ક્યાંક ડાયેટમાં ભૂલ તો નથી થતી ને? જમ્યા બાદ વારંવાર ઓડકાર આવે છે કે પછી પેટ ફૂલી જાય છે? આ રહી ટિપ્સ…
આ પણ વાંચો :સ્પેસ નથી…નો ટેન્શન…નાનકડી બાલ્કનીમાં પણ ઉગાડો ઘણાબધા લાલ-લાલ ટમેટાં!
