America News/ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ

અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રપ્રમુખ Donald Trump ની તસવીરવાળો 1 ડૉલરનો ખાસ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. જાણો તેની વિશેષતાઓ.

international Top Stories World
Donald Trump

Donald Trump 1 Dollar Coin: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર ધરાવતો એક ખાસ 1 ડૉલરનો સિક્કો જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે યુએસ મિન્ટ દ્વારા આ સ્મારક સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. સિક્કા પર ટ્રમ્પની તસવીર ઉપરાંત ‘Liberty’ (સ્વતંત્રતા’) અને ‘In God We Trust’ (ભગવાનમાં આપણે વિશ્વાસ કરીએ છીએ) જેવા શબ્દો પણ કંડારવામાં આવ્યા છે.

જોકે, આ સિક્કો સામાન્ય લોકોના રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો નથી. તેને મુખ્યત્વે સ્મારક અને કલેક્શનના હેતુથી વેચવામાં આવી રહ્યો છે. વેચાણ(Donald Trump) શરૂ થયાના થોડા જ કલાકોમાં યુએસ મિન્ટની વેબસાઇટ પર સિક્કો સ્ટોક આઉટ થઈ ગયો હતો. જોકે, વધુ સિક્કાઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું મિન્ટ તરફથી જણાવાયું છે.

25 સિક્કાના રોલ માટે 61 ડૉલર કિંમત

યુએસ મિન્ટ દ્વારા સિક્કાના અલગ-અલગ પેકેજની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. 25 સિક્કાના એક રોલની કિંમત 61 ડૉલર, જ્યારે 100 સિક્કાની થેલી માટે 154.50 ડૉલર(Donald Trump) રાખવામાં આવી છે. આ કિંમતો સિક્કાની કલેક્શન વેલ્યૂને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. દેખાવમાં આ સિક્કો સોનેરી રંગનો લાગે છે, પરંતુ તેમાં વાસ્તવિક સોનું વપરાયું નથી. યુએસ મિન્ટના જણાવ્યા મુજબ, સિક્કામાં આશરે 88.5 ટકા તાંબું છે અને બાકીના ભાગમાં ઝિંક, નિકલ તથા બ્રાસનું મિશ્રણ છે.

રસપ્રદ વાત એ છે કે સિક્કો સામાન્ય ચલણમાં ઉપયોગ માટે બનાવવામાં આવ્યો ન હોવા છતાં તેને કાયદેસર ચલણનો દરજ્જો આપવામાં આવ્યો છે. જોકે, કોઈ વેપારી તેને સ્વીકારશે કે નહીં તે તેની પોતાની પસંદગી રહેશે.

જીવતા રાષ્ટ્રપ્રમુખની તસવીર અંગે ખાસ નિયમ

સામાન્ય અમેરિકી(Donald Trump) કાયદા મુજબ જીવતા રાષ્ટ્રપ્રમુખની તસવીર ચલણી નોટ કે સિક્કા પર મૂકવા અંગે પ્રતિબંધ છે. જોકે, અમેરિકાની 250મી સ્વતંત્રતા વર્ષગાંઠ માટે બનાવાયેલા વિશેષ કાયદા હેઠળ આ સ્મારક સિક્કા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રમ્પની તસવીર ધરાવતી 250 ડૉલરની નવી નોટ લાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈ રહી છે. અમેરિકી નાણા મંત્રાલય તરફથી ભવિષ્યમાં નોટો પર ટ્રમ્પની સહી જોવા મળે તેવા સંકેતો પણ આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો: ગ્રીસમાં એર શો દરમિયાન ભયાનક દુર્ઘટના; F-4 ફાઈટર જેટ તૂટી પડતા બે પાઈલટના કરૂણ મોત

આ પણ વાંચો: ઈરાનના ચીફ જસ્ટિસ જામા મસ્જિદ પહોંચ્યા: સુન્ની ઈમામની પાછળ ઊભા રહી નમાજ અદા કરી

આ પણ વાંચો:ભારતની વાત હવે યુરોપને સમજાઈ: બેલ્જિયમના PMએ કહ્યું- મોદીએ વર્ષો પહેલાં આપી હતી ચેતવણી