Entertainment News : ભારતીય સિનેમાના દ્રશ્યપટલ પર ફરી એકવાર વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ગંભીર વિષયક ફિલ્મ (Nana Patekar )આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાકો કરવા જઈ રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક અનંત નારાયણ મહાદેવનની આગામી ફિલ્મ ‘ધ કન્ફેશન ઓફ મેરી’ (The Confession of Mary) નો શો-કેસ વિશ્વના અત્યંત પ્રતિષ્ઠિત ‘ટોરોન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ’ (TIFF) માં કરવામાં આવશે. આ ફિલ્મ દક્ષિણ ભારતમાં સદીના સૌથી વધુ ચર્ચાયેલા અને સસ્પેન્સથી ભરેલા ગુનાહિત કિસ્સા પર આધારિત છે.
Nana Patekar : દિગ્ગજ કલાકારોનો જમાવડો અને પાદરીના રોલમાં નાના પાટેકર
આ ક્રાઈમ-ડ્રામા ફિલ્મમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર મુખ્ય ભૂમિકામાં નજરે પડશે, જેમાં તેઓ એક કેથોલિક પાદરીનો જટિલ અને સંવેદનશીલ રોલ નિભાવી રહ્યા છે. તેમની સાથે અભિનયના ક્ષેત્રે ઊંડી છાપ છોડનારા કલાકારો આશિષ વિદ્યાર્થી અને આદિલ હુસૈન પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મની સંવેદનશીલ પટકથા જાણીતા લેખક સી.પી. સુરેન્દ્રને તૈયાર કરી છે, જ્યારે તેનું પૃષ્ઠભૂમિ સંગીત અમર મોહિલેએ આપ્યું છે.
1966ના કુખ્યાત ‘માડાથારુવી હત્યાકાંડ’ની સત્યઘટના
ફિલ્મની વાર્તા જૂન 1966માં કેરળ રાજ્યને હચમચાવી મૂકનારી વાસ્તવિક ઘટના પર આધારિત છે. 43 વર્ષીય વિધવા અને પાંચ બાળકોની માતા મારિયા કુટ્ટીની રહસ્યમય સંજોગોમાં નૃશંસ હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ માડાથારુવી નાળાંમાંથી મળી આવ્યો હતો.મૃત્યુ પહેલાં મારિયાને છેલ્લીવાર રોમન કેથોલિક ચર્ચના ફાધર બેનેડિક્ટ ઓનમકુલમ સાથે જોવામાં આવી હતી. આ ઘટનાના થોડા જ દિવસોમાં પોલીસ દ્વારા ફાધર બેનેડિક્ટની અટકાયત કરવામાં આવી હતી અને અદાલતી કાર્યવાહી બાદ તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, આ ચુકાદા બાદ સત્ય અને ન્યાયની પ્રક્રિયામાં જે અણધાર્યા મોડ આવ્યા, તે આ સમગ્ર ફિલ્મનો મુખ્ય વિષય છે.
આ પણ વાંચો :ફરાહ ખાનના ત્રણેય બાળકો અભ્યાસ માટે વિદેશ ગયા, ભાવુક થઈ ડિરેક્ટરે કહ્યું- ‘મારા દિલના ત્રણ ટુકડા’
આ પણ વાંચો :માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ 100 કરોડ પાર, જાણો ૩૦ દિવસની કમાણીના આંકડા
આ પણ વાંચો :મનોજ તિવારીની દીકરી ઋતિ તિવારીની એન્ટ્રી, સલમાન ખાને આપી ખાસ સલાહ
