Not Set/ “દિપવીર” લગ્ન બાદ પહોચ્યા મુંબઈ, માથા પર સિંધૂર અને ગળામાં મંગળસૂત્રમાં આ રીતે જોવા મળી દિપીકા

મુંબઈ, બોલીવુડના સ્ટાર કપલ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંપૂર્ણ વિધીવિધાનથી એકબીજાના થઇ ચુક્યા છે. “દિપવીર” નામથી પ્રખ્યાત આ કલાકારો ઇટલીમાં સિંધી અને કોંકણી રિવાજથી લગ્નના તાંતણે બંધાયા હતા, ત્યારબાદ હવે લગ્ન બાદ ભારત પહોચ્યા છે. Deepika Padukone and Ranveer Singh arrive in Mumbai after getting married in Italy's Lombardy earlier this week pic.twitter.com/vMu14RZFMf — ANI […]

Top Stories Trending Entertainment

મુંબઈ,

બોલીવુડના સ્ટાર કપલ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંપૂર્ણ વિધીવિધાનથી એકબીજાના થઇ ચુક્યા છે. “દિપવીર” નામથી પ્રખ્યાત આ કલાકારો ઇટલીમાં સિંધી અને કોંકણી રિવાજથી લગ્નના તાંતણે બંધાયા હતા, ત્યારબાદ હવે લગ્ન બાદ ભારત પહોચ્યા છે.

બોલીવુડના બાજીરાવ – મસ્તાની દિપીકા પાદુકોણ અને રણવીર સિહ રવિવાર સવારે મુંબઈ એરપોર્ટ પર પહોચ્યા હતા. એરપોર્ટ પર દિપીકા સામાન્ય લુકમાં જોવા મળી હતી.

આ સમયે સિલ્ક કુર્તા અને રેડ કલરની હેવી ચુંદડી ઓઢનીમાં દિપીકા ખુબ જ ખૂબસૂરત જોવા મળી રહી હતી.

દિપીકા પાદુકોણ માથા પર સિંધૂર અને ગળામાં મંગળસૂત્ર તેમજ હાથમાં મહેંદીવાળા ખાસ લુકમાં જોવા મળી રહી હતી.

બીજી બાજુ આ નવવિવાહિત દંપતી રવિવાર સવારે ૮ વાગ્યે મુંબઈ એરપોર્ટ પર આવવાના હતા, પરંતુ સવારના ૬ વાગ્યાથી તેઓના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.

જો કે ત્યારબાદ આ ન્યૂલી મેરિડ કપલ એરપોર્ટ બહાર જોવા મળ્યું તો, તેઓને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ  સિંધી અને કોંકણી રિવાજથી લગ્નના તાંતણે બંધાયા હતા. આ સાથે જ ઇટલીના લેક કોમોમાં સંપૂર્ણ થયેલા વર્ષ ૨૦૧૮ના સૌથી મોટા લગ્નની પ્રથમ તસ્વીરને જોવા મળી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાયું હતું.