Not Set/ અમદાવાદ : હોસ્પિટલની લિફ્ટમાં ફસાઈ જતા કર્મચારીનું મોત, હોબાળો

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી સનસનીખેજ ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલના કર્મચારીનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત નીપજ્યું હોવાની ખબરો મળી રહી છે. મળતી વિગતો મુજબ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી જાણીતી સ્ટાર હોસ્પિટલ ના એક કર્મચારીનું લિફ્ટમાં ફસાઈ જવાથી મૃત્યુ થયા બાદ હોબાળો થયો હતો. હોબાળો થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. […]

Top Stories Gujarat

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી સનસનીખેજ ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલના કર્મચારીનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત નીપજ્યું હોવાની ખબરો મળી રહી છે.

મળતી વિગતો મુજબ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી જાણીતી સ્ટાર હોસ્પિટલ ના એક કર્મચારીનું લિફ્ટમાં ફસાઈ જવાથી મૃત્યુ થયા બાદ હોબાળો થયો હતો. હોબાળો થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પરિવારજનોએ માંગ કરી હતી કે પહેલા હોસ્પિટલ આ મોત માટેની જવાબદારી લે, અને મૃત્યુ થવાનું કારણ જણાવે. આ માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

પરિવારે હોસ્પિટલ બહાર હોબાળો મચાવવાતા, આસપાસના વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ હતી. જેથી સ્થાનિક લોકો પણ ત્યાં એકત્ર થઇ ગયા હતા.

મહત્વનું છે કે આ મોત પાછળનુ કારણ હજુ સામે આવી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હાલ, પોલીસ હોસ્પિટલના કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ  આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે.