Not Set/ VIDEO : જુઓ,વિકાસની વરવી વાસ્તવિકતા, જ્યાં ગર્ભવતી મહિલાને ખભા પર રાખીને ૪ કિમી પગપાળા ચાલ્યા પરિવારજનો

હૈદરાબાદ, આપણા ભારતદેશની ગણના એક વિકાસશીલ દેશ તરીકે કરવામાં આવી રહી છે, હાલમાં સરકાર દ્વરા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની છઠ્ઠી સૌથી મોટી GDP બની ગઈ છે, પરંતુ દેશમાં હજી પણ એટલા વિસ્તારો છે જ્યાં જોવામાં આવે તો સુવિધાઓના નામનું એક કિરણ પણ ઉપજ્યું નથી. આજે પણ આ વિસ્તારના લોકો રસ્તા, પ્રાથમિક આરોગ્ય […]

India Trending Videos

હૈદરાબાદ,

આપણા ભારતદેશની ગણના એક વિકાસશીલ દેશ તરીકે કરવામાં આવી રહી છે, હાલમાં સરકાર દ્વરા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની છઠ્ઠી સૌથી મોટી GDP બની ગઈ છે, પરંતુ દેશમાં હજી પણ એટલા વિસ્તારો છે જ્યાં જોવામાં આવે તો સુવિધાઓના નામનું એક કિરણ પણ ઉપજ્યું નથી. આજે પણ આ વિસ્તારના લોકો રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા જેવી પોતાની પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે.

ત્યારે આ જ પ્રકારે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે હાલ ખુબ ચર્ચામાં છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, જિલ્લા સાથે માર્ગનો સંપર્ક ન હોવાના કારણે એક ગર્ભવતી મહિલાને સારવાર માટે તેઓના પરિવારજનો પોતાના ખભા પર રાખીને ૪ કિમી પગપાળા ચાલીને જઈ રહ્યા છે.

જો કે બતાવવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલ ગામ ૭ કિમી દૂર હતી, પરંતુ અ મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જયારે દેશમાં આ પ્રકારની ઘટના સામે આવી હોય. આ પહેલા ગત ૨૯ જુલાઈના રોજ પણ વિજયનગર જિલ્લામાંથી એક ઘટના સામે આવી હતી, જ્યાં એક ગર્ભવતી મહિલાને સારવાર માટે ૧૨ કિમી સુધી પગપાળા ચાલીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.