Not Set/ IND v/s ENG Day 1 : પ્રથમ ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડ કફોડી હાલતમાં, ૧૯૮ રનમાં ગુમાવી ૭ વિકેટ

ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે વધુ એકવાર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ૭ વિકેટના નુકશાને ૧૯૮ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન જેનિંગ્સ ૨૩ રન, ટેસ્ટ કારકિર્દીની […]

Trending Sports

ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે વધુ એકવાર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ૭ વિકેટના નુકશાને ૧૯૮ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન જેનિંગ્સ ૨૩ રન, ટેસ્ટ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકેે સૌથી વધુ ૭૧ રન બનાવ્યા હતા, જ્યારે મોઇન અલીએ ૫૦ રન બનાવીી પેવેલિયનમાં પાછો ફર્યો હતો.

જો કે ત્યારબાદ યજમાન ટીમનો ધબડકો થયો હતો. કેપ્ટન જો રૂટ  ૦, જોની બેયરસ્ટો ૦ અને બેન સ્ટોક્સ ૧૧  રન બનાવી આઉટ થયા હતા.

ભારત તરફથી ઝડપી બોલર ઇશાંત શર્માએ સૌથી વધુ ૩ વિકેટ જયારે રવિન્દ્ર જાડેજા અને બુમરાહે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી છે.

બીજી બાજુ ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની જગ્યાએ હનુમા વિહારીને સ્થાન આપવામાં આવ્યું છે, જયારે ઓફ સ્પિન બોલર આર. અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મેચ સાથે જ હનુમા વિહારીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ કર્યું છે. વિહારી ભારત તરફથી ટેસ્ટ રમનારા ૨૯૨માં ખેલાડી છે.

બીજી બાજુ પહેલેથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૩-૧ની અજેય લીડ મેળવી ચુકેલી યજમાન ટીમ આ મેચ પણ જીતીને સિરીઝમાં પોતાની લીડ ૪-૧ સુધી વધારવાનો પ્રયાસ કરશે.

પ્લેપહેલેથી જ શ્રેણી ગુમાવી ચુકી છે ભારતીય ટીમ

મહત્વનું છે કે, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ ૧-૩થી હારી ચુકી છે. આ પહેલા પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના થયેલા પરાજય બાદ ત્રીજી મેચમાં વિરાટબ્રિગેડે પલટવાર કર્યો હતો, પરંતુ ત્યારબાદ સાઉથમ્પ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને ૬૦ રનથી હાર થઇ હતી.