મુંબઈ
સચિન તેંડુલકર પૂર્વ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી છે. સૌથી વધારે રન બનાવવામાં તેમનું નામ મોખરે છે. પિતાની જેમ જ તેમનો દીકરો અર્જુન તેંડુલકર પણ ક્રિકેટમાં એન્ટ્રી કરી રહ્યો છે.
https://www.instagram.com/p/BnZMH55HUOE/?taken-by=saratendulkar
સચિન તેંદુલકરની પુત્રી સારા પણ હાલમાં ઘણી ચર્ચામાં છે. આ ચર્ચા પાછળનું કારણ તેનું ગ્રેજ્યુએશન છે. સારા તેંડુલકર હાલમાં જ ગ્રેજ્યુએટ બની છે. સારાએ તેનું ગ્રેજ્યુએશન યુનિવર્સીટી કોલેજ ઓફ લંડનમાંથી પૂરું કર્યું છે. કોન્વોકેશન સમારોહમાં પિતા સચિન અને માતા અંજલી પણ હાજર રહ્યા હતા. સારાએ માતા-પિતા સાથે આ સમારોહને માણ્યો હતો.
સારા એ ઇન્સ્તાગ્રામ એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તે કોન્વોકેશન સમારોહના પરંપરાગત ગાઉનમાં દેખાઈ રહી છે. સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકર ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સારા એ સ્કુલ સુધીનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં કર્યો છે. ત્યારબાદ ગ્રેજ્યુએશન કરવા માટે તે લંડન જતી રહી હતી. ઇન્સ્તાગ્રામની સારાની ફોટો જોઇને લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
સારા સચિન તેંડુલકરની મોટી દીકરી છે અને અર્જુન તેંડુલકર સારાનો નાનો ભાઈ છે. હાલ અર્જુનનું પૂરું ધ્યાન ક્રિકેટ પર જ છે. હાલમાં જ અર્જુને ઇન્ડિયા અન્ડર-૧૯ તરફથી શ્રીલંકા સામે મેચ રમી હતી. અર્જુનનો ટાર્ગેટ ભારતની ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવાનો છે.
