World News/ ગ્રીસમાં એર શો દરમિયાન ભયાનક દુર્ઘટના; F-4 ફાઈટર જેટ તૂટી પડતા બે પાઈલટના કરૂણ મોત

ગ્રીસના તાનાગ્રા એર બેઝ(Greece Air Show) પર ‘એથન્સ ફ્લાઇંગ વીક’ એર શો દરમિયાન F-4 ફેન્ટમ ફાઈટર જેટ તૂટી પડતા બે પાઈલટના કરૂણ મોત થયા છે. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
Greece Air Show

Greece Air Show Plane Crash News:  ગ્રીસમાં એર શો દરમિયાન એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એથેન્સથી ઉત્તર તરફ આવેલા તાનાગ્રા એર બેઝ પર ‘એથેન્સ ફ્લાઇંગ વીક’ દરમિયાન કરતબ કરી રહેલું બે સીટવાળું F-4 ફેન્ટમ ફાઈટર જેટ અચાનક નીચે ખાબક્યું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટનાં આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ મોત થયા છે.

દર્શકોની નજર સામે જ તૂટી પડ્યું ફાઈટર જેટ

એર શો(Greece Air Show) દરમિયાન મોટી સંખ્યામાં લોકો વિમાનના હવાઈ કરતબ નિહાળી રહ્યા હતા. તે સમયે F-4 ફેન્ટમ જેટ નિયંત્રણ ગુમાવીને જમીન તરફ ઝડપથી નીચે આવ્યું અને ક્રેશ થયું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં વિમાન નીચે તરફ જતું અને ત્યારબાદ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટા ઊઠતા જોવા મળે છે. દુર્ઘટના એર શો જોવા આવેલા હજારો દર્શકોથી માત્ર થોડાક સો મીટરના અંતરે બની હતી. જેના કારણે એર બેઝ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ક્રેશ બાદ ભીષણ આગ ફાટી નીકળી

વિમાન જમીન સાથે અથડાયા બાદ એર બેઝની(Greece Air Show) આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. આગને કારણે બચાવ અને રાહત કામગીરી પણ મુશ્કેલ બની હતી. એરફોર્સના અધિકારીઓએ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બંને પાઈલટના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આગ પર કાબૂ મેળવવા માટે મોટા પાયે ફાયરફાઈટિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું. 85 અગ્નિશામકો ઉપરાંત 11 પાણી છાંટતા વિમાનો અને હેલિકોપ્ટરોને પણ આગ બુઝાવવાની કામગીરીમાં લગાવવામાં આવ્યા હતા.

લોકોને વિસ્તાર ખાલી કરવા સૂચના

સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાઉડસ્પીકર દ્વારા એર બેઝ(Greece Air Show) અને આસપાસના વિસ્તારમાં હાજર લોકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની અપીલ કરવામાં આવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ પણ વિસ્તારને સુરક્ષિત રાખવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

દુર્ઘટના બાદ આયોજકોએ વીકેન્ડ દરમિયાન યોજાનારા ‘એથેન્સ ફ્લાઇંગ વીક’ના બાકીના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. આ વાર્ષિક એર શોમાં મિલિટરી તેમજ સિવિલ એવિએશન સાથે જોડાયેલી વિવિધ ટીમો ભાગ લે છે. હાલ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: સાઉદીના MBSને મોટો ઝટકો? UAEએ કિંગ સલમાન સાથે સીધો સંપર્ક કર્યો

આ પણ વાંચો:બોલિવિયામાં લશ્કરી મથકમાં ભયાનક વિસ્ફોટ: 10નાં મોત, 60થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ: પિકેક્સ માઉન્ટેન પર હુમલાની ટ્રમ્પની ધમકી