વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં અને તેમણે માંડવીમાં આવેલા વોટર ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ. આ પ્લાન્ટથી કચ્છમાં મીઠું પાણી સ્થાનિક લોકો માટે ઉપલબ્ધ બનશે. માંડવી ખાતે નિર્માણ પામનાર દૈનિક 10 કરોડ લિટરના ડિસેલિનેશન પ્લાન્ટ તેની ખાસિયત છે.
માંડવી તાલુકાના ગુંદીયાળી પાસેના ઘ્રબુડી દરિયા કિનારે સાંઇઠ એકર જેટલા વિસ્તારમાં 800 કરોડના (800 Cr) ખર્ચે આકાર પામનારા ડિસેલિનેશન પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વોટર ડિસિલિનેશન પ્લાન્ટથી નર્મદા ગ્રીડી, સૌની નેટવર્કને પૂર્ણ કરી પાણીની સુવિધા વધશે. જેનો લાભ મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાને લાભ મળશે. આ ઉપરાંત ભચાઉ, રાપર અને ગાંધીધામ તાલુકાને વધારાનું પાણી મળશે. ખારા પાણીને મીઠા કરવાનો કચ્છનો આ પ્રથમ પ્રકલ્પ પુર્ણ થવાથી માંડવી અને મુન્દ્રાના 300 થી વધુ ગામો તથા 8 લાખ લોકો નર્મદાના જળની જગ્યાએ પોતાની જ ધરતીનું પાણી પી શકશે.
ખાતમૂહુર્તની જાહેરાત થતા સ્થાનિક તંત્ર આવ્યું હરકતમાં
100 એમ.એલ.ડીની ક્ષમતા સાથેનો આ મહત્વનો પ્રકલ્પ એક સમયે સાઇડમાં મૂકી દેવાયો હોય તેવું દેખાતુ હતું. પણ હવે વડાપ્રધાનની મુલાકાત સમયે આ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાશે તેવી જાહેરાત થતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને સંબંઘિત કચેરીના વડા સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરી ઉચ્ચ કક્ષાએ રિપોટિંગ કરી રહ્યા છે. પ્લાન્ટ શરૂ થવાનો છે એ જગ્યાની આજુબાજુ ઝાડી કાપવાની સાથે ફેન્સિંગનું કામ બે દિવસ પહેલા જ શરૂ કરાયું હતું.
#CoronaUpdate / 11 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા કુલ 1110 નવા કેસ……
fire safety / રાજકોટમાં તંત્ર હરકતમાં, 9 હોસ્પિટલ સહિત 46 સંકુલોને ફાયરસેફ…
ગોંડલ / 12 વર્ષના ટેણિયાનો કમાલ, 100 સેકન્ડમાં 100 ભાગાકારનો પડકાર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
