- 100 સેકન્ડ, 100 ભાગાકાર! (હેડર)
- નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન
- ગોંડલના 12 વર્ષના ટેણિયાનો કમાલ
- 100 સેકન્ડમાં 100 ભાગાકારનો પડકાર
- વર્લ્ડ રેકોર્ડ બનાવવાની અંતિમ તૈયારી
- લોકડાઉનના સમયગાળાનો કર્યો સદઉપયોગ
દેશ પાસે એવી એવી અદ્દભૂત ક્ષમતા ધરાવનારા કૂશળ વ્યક્તિત્વ પડ્યાં છે કે જેનું કોઈ હરીફ નથી. જો કે આમાંથી ઘણાં ખાણમાં પડેલાં કાચા હીરા જેવા છે. જો કે ગોંડલના 12 વર્ષના ટેણિયાને તેના ગુરૂએ ચમકાવી દીધો છે. અને હવે તે તેનું તેજ પ્રસરાવવા જઈ રહ્યો છે.
લોકડાઉનના સમયમાં ઘણા બધાં લોકોએ કિંમતી સમય વેડફી નાખ્યો હતો. કોઈએ આ સમયગાળા દરમિયાન ટીવી જોયા કર્યું, કોઈએ ઈન્ટરનેટ પર કે પછી ગેમ રમવામાં સમય વેડફ્યો. જો કે ગોંડલનો 12 વર્ષનો સૌમ્ય આ બધાથી અલગ છે. નામથી સૌમ્ય આ તરુણ ખૂબ જ કઠોર લક્ષ્ય લઈને નીકળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તેની ખેવના છે. સૌમ્ય માત્ર 100 સેકન્ડમાં જ 100 રેન્ડમ સંખ્યાનો ભાગાકાર કરવાની પ્રેકટિસ કરી રહ્યો છે. માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો સૌમ્ય પોતાના દિમાગનું કરતબ ત્રણેક વર્ષ પહેલાં મલેશિયા ખાતે દર્શાવી ચૂક્યો છે. મેન્ટલ એરિથમેટિકની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સૌમ્યને એવોર્ડ મળ્યો હતો પણ હવે કોશિશ છે વર્લ્ડ રેકોર્ડની.
કોઈપણ પ્રતિભા પાછળ મહેનત કરનારા તેના ગુરૂ કે પછી માવતર હોય જ છે. સૌમ્યને આ સ્તરે લઈ આવવામાં મોટો ફાળો છે તેમના ગુરુ માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા. રજનીશ ભાઈ અને સૌમ્યના માતા-પિતા બંનેની મહેનતને લીધે જ સૌમ્ય આજે એક મુકામ પર પહોંચ્યો છે.
દરેક લંબાણ પૂર્વકની મહેનત પછી પરિણામ મળવું પણ જરૂરી છે. સૌમ્ય માટે સહુકોઈ ઈચ્છી રહ્યું છે કે તેની મહેનત ફળીભૂત થાય અને તેના નામે વર્લ્ડ રેકોર્ડ બને. સૌમ્ય તૈયાર છે. 100 સેકન્ડથી પણ ઓછા સમયમાં 100 ભાગાકાર કરવાનું તેનું લક્ષ્ય છે. બેસ્ટ ઓફ લક સૌમ્ય!
રાજકોટ / આવો મળીએ કરોડપતિ ચોરને જે ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો…
પંચમહાલ / ₹ ૧૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા…
dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …
નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
