Not Set/ ચાલુ પ્રોજેક્ટની સમીક્ષા માટે ખાસ સમિતિઓના ચેરમેન સાથે બેઠક યોજતા પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાનચૂંટાયેલ પાંખને શાસન ધૂરા સંભાળ્યાને ચાર મહિના જેટલો સમય પૂર્ણ થનાર છે ત્યાં તમામ સમિતિના ચેરમેનોની એક સમીક્ષા બેઠક આજરોજ મહાનગરપાલિકાના

Gujarat Trending

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલ પાંખને શાસન ધૂરા સંભાળ્યાને ચાર મહિના જેટલો સમય પૂર્ણ થનાર છે ત્યાં તમામ સમિતિના ચેરમેનોની એક સમીક્ષા બેઠક આજરોજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા બોલાવવામાં આવી હતી.આ મીટીંગમાં મેયર ડૉ. પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ,શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા તમામ ખાસ સમિતિઓના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.

આ રીવ્યુ મીટીંગમાંતમામ ખાસ સમિતિઓના ચેરમેન દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળનાવિભાગમાં હાલમાં ચાલુ પ્રોજેક્ટ, નવા આયોજનો વિગેરે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. બાદમાં, મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટ સમયમર્યાદામાંઅને નિયત કર્યા મુજબ પૂર્ણ થાય તે માટે નિયમિત રીતે સંબંધિતઅધિકારીઓ સાથેપરામર્શ કર્યો હતો.

પ્રોજેક્ટની પ્રગતીજળવાઈ રહે તે મુજબ કામગીરી કરવા તથા શહેરની વિકાસ યાત્રાને વધુ ઝડપથી આગળ વધારી,શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોના નિરાકરણ માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવા પર ભાર મુક્યો હતો.આજની આ મીટીંગમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજએ તમામ ખાસ સમિતિઓના ચેરમેનને વિશેષ માર્ગદર્શન પૂરું પાડેલ હતું.