New Chief Justices Appointment High Courts India: સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ કેન્દ્ર સરકારે શનિવારે દેશની વિવિધ હાઈકોર્ટમાં આઠ મુખ્ય ન્યાયાધીશોની (Chief Justices) નિમણૂંક કરી દીધી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.
high courts નિયુક્ત કરાયેલા આઠ નવા ચીફ જસ્ટિસની યાદી
જસ્ટિસ વલ્લુરી કામેશ્વર રાવ (દિલ્હી હાઈકોર્ટ) ➔ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
જસ્ટિસ રવિન્દ્ર વી. ઘુગે (બોમ્બે હાઈકોર્ટ) ➔ કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
જસ્ટિસ સંજય કુમાર અગ્રવાલ (છત્તીસગઢ હાઈકોર્ટ) ➔ રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી (અલ્લાહાબાદ હાઈકોર્ટ) ➔ બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા (પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ) ➔ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
જસ્ટિસ કૃષ્ણા રામ મોહાપાત્રા (ઓડિશા હાઈકોર્ટ) ➔ છત્તીસગઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
જસ્ટિસ અલ્પેશ યશવંત કોગજે (ગુજરાત હાઈકોર્ટ) ➔ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટી (રાજસ્થાન હાઈકોર્ટ) ➔ જમ્મુ-કાશ્મીર અને લડાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
ન્યાયિક વ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં પગલું
આ નિયુક્તિઓમાં ગુજરાત હાઈકોર્ટના(High Courts) જાણીતા ન્યાયમૂર્તિ અલ્પેશ યશવંત કોગજેને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે રાજ્ય માટે ગર્વની વાત છે.
કોલેજિયમની ભલામણોના આધારે લેવાયેલા આ નિર્ણયોથી દેશભરની અદાલતોમાં(High Courts) ન્યાયિક કામગીરી વધુ ઝડપી બનશે અને વહીવટી વહીવટમાં સુધારો થશે.
આ પણ વાંચો: ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા SC નો નિર્ણય; જજોની નિવૃત્તિ વય 60 થી વધારી 62 કરાઈ
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના સવાલો અને અસંમતિને લઈને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાનનું મોટું નિવેદન ….
આ પણ વાંચો: બિલ્ડરના બ્રોશરમાં કરેલા વાયદા કાયદેસર જવાબદારી બની શકે, સુપ્રીમ કોર્ટની કડક ટકોર
