Dharma & Bhakti/ આજે રવિવારે સિદ્ધિ યોગ અને આર્દ્રા નક્ષત્રનો શુભ સંયોગ…કરો આ વિશેષ ઉપાય…સમસ્યાઓથી મેળવો મુક્તિ!

સિદ્ધિ યોગ અને આર્દ્રા નક્ષત્ર (Siddhi Yog-Ardra Nakshatra)નો સંયોગ ઘણો જ શુભ માનવામાં આવે છે અને આજે 6 સપ્ટેમ્બરે આ યોગ રચાશે. જ્યોતિષ શાસ્ત્ર…

Trending Religious Rashifal Dharma & Bhakti
Siddhi Yog-Ardra Nakshatra...6 સપ્ટેમ્બરે આ શુભ સંયોગ!

Dharm & Bhakti: આજે 6 સપ્ટેમ્બરના રોજ રવિવાર છે અને આજરોજ સિદ્ધિ યોગ અને આર્દ્રા નક્ષત્ર (Siddhi Yog-Ardra Nakshatra)નો વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ દરમિયાન કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો દામ્પત્ય જીવન, કારોબાર, ધન, કેરિયર અને માનસિક સમસ્યાઓ સાથે જોડાયેલી મુશ્કેલીઓથી તમને રાહત આપવામાં કારગર સિદ્ધ થશે. તો ચાલો જાણીએ…આવા કેટલાક ઉપાયો વિશે…

સિદ્ધિ યોગ અને આર્દ્રા નક્ષત્રનો સંયોગ ઘણો જ શુભ માનવામાં આવે છે અને આજે 6 સપ્ટેમ્બરે (6 September 2026) આ યોગ રચાશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ આ સિદ્ધિ યોગ અને આર્દ્રા નક્ષત્રનો વિશેષ સંયોગ સર્જાય ત્યારે કેટલાક ઉપાયો કરવાથી જીવનની જુદી-જુદી મુશ્કેલીઓ દૂર કરવા માટે અને મનોકામનાઓની પૂર્તિ કરવામાં મદદ પ્રાપ્ત થાય છે. તો વિદ્વાન જ્યોતિષાચાર્ય પાસેથી જાણીએ આ ખાસ ઉપાયો…

રવિવારે સિદ્ધિ યોગ-આર્દ્રા નક્ષત્રમાં આ ઉપાયો કરો (Siddhi Yog-Ardra Nakshatra Remedies)

આ સિદ્ધિ યોગ અને આર્દ્રા નક્ષત્રનો વિશેષ સંયોગ સર્જાય ત્યારે કેટલાક ઉપાયો કરવાથી જીવનની જુદી-જુદી મુશ્કેલીઓ દૂર કરવા માટે અને મનોકામનાઓની પૂર્તિ કરવામાં મદદ પ્રાપ્ત થાય છે.

આર્થિક સમસ્યા

જો તમે ઘર-પરિવારની ઘણી જવાબદારીઓ સંભાળતા હો અને આર્થિક સમસ્યા (Financial Problems)ને કારણે તમે એ જવાબદારીઓને પૂર્ણ ન કરી શકતા હો તો આર્દ્રા નક્ષત્રમાં સૂતી વખતે પોતાના ઓશીકા પાસે ચંદનનો એક નાનકડો ટુકડો મૂકીને સૂવું અને સવારે એ ચંદનને રાહુનો મંત્રજાપ કરતા-કરતા જળમાં પ્રવાહિત કરી દેવો. આ મંત્ર છે,

“ॐ ભ્રાં ભ્રીં ભ્રૌં સ રાહવે નમ:”

તલ કે ઘઉંનું દાન

રાજનીતિમાં પ્રભાવ

સમાજ કે રાજનીતિ (Politics)ના ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા માગો છો તો મંદિરમાં તલ કે ઘઉંથી બનેલી વસ્તુનું દાન (Daan)કરવું. જો એ સંભવ ન હોય તો તલ કે ઘઉંનું દાન પણ કરી શકો.

દામ્પત્ય જીવન

 જો તમારા દામ્પત્ય જીવનને સુખી બનાવવા ઈચ્છતા હો તો આર્દ્રા નક્ષત્ર (Ardra Nakshatra)માં ઊંઘતી વખતે તમારા ઓશીકા પાસે 2 મૂળા (Radish) રાખીને સૂવું અને સવારે એને કોઈ મંદિરમાં દાન કરી દેવા. આ વિધિ આજથી લઈને સતત 7 દિવસ સુધી કરવી. જો તમે લગ્નજીવન (Marriage Life)માં વિશ્વાસ કાયમ જાળવવા ઈચ્છતા હો તો કાલે સોમવારે મંદિરમાં ગોળ કે ગોળથી બનેલી કોઈ વસ્તુનું દાન કરવું.

કાચો કોલસો વહેતા જળમાં પ્રવાહિત કરી દેવો

વિદેશમાં વેપાર

જો તમારો વ્યવસાય અન્ય રાજ્યોમાં પણ ફેલાવવા માગતા હો અથવા વિદેશમાં વેપાર કરવા માગતા હો તો આર્દ્રા નક્ષત્ર દરમિયાન કાચો કોલસો (Coal) હાથમાં લઈને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવો. સંભવ હોય તો ચાંદીની એક નક્કર ગોળી કે ગોળ ટુકડો (Silver Ball) તમારી ઓફિસ કે દુકાનની તિજોરીમાં મૂકી દેવો.

સફળતા

જો તમને કોઈ મહત્વપૂર્ણ કાર્ય સોંપાયું હોય તો તમે પૂર્ણ મહેનત સાથે કરતા હોવા છતાં સફળતા ન મળતી હોય તો કાલે દેવી સરસ્વતી (Mata Saraswati)ના મંદિરે જવું. તમારા પૂજાના આસન પર બેસીને દેવી માની વિધિવત્ પૂજા કરીને સરસવના તેલનો દીવો પ્રગટાવવો.

આકર્ષણ

જો તમે કોઈને પોતાની તરફ આકર્ષિત કરવા માગો છો તો આર્દ્રા નક્ષત્ર (Siddhi Yog-Ardra Nakshatra)માં સંભવ હોય તો ચાંદીના હાથી અથવા માટીના હાથીને ઘરમાં સ્થાપિત કરો અને પંખીઓને બાજરીનું ચણ નાખો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 25 ઑગષ્ટના રોજ શુક્રદેવ કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ….આ ગોચરથી 4 રાશિઓની બલ્લે બલ્લે..!

આ પણ વાંચો: ગ્રહ પરિવર્તન 2026: સિંહ રાશિમાં શુક્રની પધરામણી, 1 ઓગસ્ટ સુધી આ 3 રાશિના જાતકો પર થશે ધન-વૈભવનો વરસાદ

આ પણ વાંચો: 11 મેના રોજ રચાવા જઇ રહ્યો છે…શુક્ર-ગુરુનો શક્તિશાળી યોગ…આ 4 રાશિઓને મળશે મોટો લાભ..!