Dharm & Bhakti: ભૌતિક સુખોના સ્વામી, ધન અને સૌંદર્યના કારક શુક્ર ગ્રહ 25 ઑગષ્ટ 2026ના રોજ નક્ષત્ર પરિવર્તન (Shukra Nakshatra Gochar 2026) કરવા જઇ રહ્યા છે. જે પ્રમાણે શુક્રનું રાશિ પરિવર્તન વિશેષ માનવામાં આવે છે એ જ રીતે, નક્ષત્ર ગોચર પણ અત્યંત ખાસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શુક્રનું ચિત્રા નક્ષત્રમાં આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓનો ફાયદો થશે?
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખો (Luxury)ના સ્વામી, ધન અને સૌંદર્યના કારક ઉપરાંત, કળા અને પ્રેમ (Art & Love)ના કારક માનવામાં આવે છે. ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ દેવ છે જે ઊર્જા, સાહસ અને આકર્ષણનું પ્રતીક છે.
પંચાંગ અનુસાર, 25 ઑગષ્ટ 2026 (25 August 2026) ના બપોરે 12:55 કલાકે શુક્રદેવ ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે અને અહિં જ 11 સપ્ટેમ્બર 2026 સુધી વિદ્યમાન રહેશે. સૌંદર્ય અને કળાના કારક શુક્રનુ સાહસ અને ક્રિએટિવિટી (Creativity)ના પ્રતીક સમા ચિત્રા નક્ષત્ર (Chitra Nakshatra)માં પ્રવેશ કરવો કેટલીયે રાશિઓ માટે અત્યંત શુભ અને લાભકારક સિદ્ધ થશે. તો ચાલો જાણીએ કે, આગામી 11 સપ્ટેમ્બર 2026 સુધી કઈ-કઈ રાશિઓને આ ગોચરથી મોટો ફાયદો થશે?
શુક્ર ગ્રહ નક્ષત્ર પરિવર્તન (Shukra Nakshatra Gochar 2026)
શુક્ર ગ્રહ 25 ઑગષ્ટ 2026ના રોજ નક્ષત્ર પરિવર્તન (Shukra Nakshatra Gochar 2026) કરવા જઇ રહ્યા છે. તો ચાલો જાણીએ કે શુક્રનું ચિત્રા નક્ષત્રમાં આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓનો ફાયદો થશે? મુખ્યત્વે આ 4 રાશિઓ (Zodiac Signs)ને લાભ થવાની સંભાવના છે.

વૃષભ રાશિ (Vrushabh Rashi)
વૃષભ રાશિના સ્વામી પણ શુક્ર દેવ છે અને આ ગોચર (Shukra Nakshatra Gochar 2026)ના પરિણામે તમારી જૂની સમસ્યાનો ધીમે-ધીમે ઉકેલ આવશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરતા હો તો આ સમયે ભારે નફો અને નવા વેપારી સોદા પાર પડવાની સંભાવના છે. જીવનસાથી સાથે તમારા સંબંધો મજબૂત બનશે અને મતભેદ દૂર થાય એવા યોગો સર્જાઈ રહ્યાં છે.
કન્યા રાશિ (Kanya Rashi)
કન્યા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર (Shukra Nakshatra Gochar 2026) તમારી વાણી અને ધનના ભાવને પ્રભાવિત કરશે. અટકેલા નાણા પરત મળી શકે છે. આવકના નવીન સ્ત્રોત ઉદ્ભવશે જેથી તમારી જમા પૂંજીમાં વૃદ્ધિ થશે.
તમારી વાતચીતમાં મીઠાશ અને આકર્ષણ વધશે જેનાથી લોકો તમારી તરફ આકર્ષિત થશે અને વેપારી સોદા પણ આસાનીથી પાર પડશે.
તુલા રાશિ (Tula Rashi)
તુલા રાશિના સ્વામી સ્વયં શુક્ર દેવ છે. ચિત્રા નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ (Shukra Nakshatra Gochar 2026) તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. સમાજ અને કાર્યસ્થળ પર તમારી લોકપ્રિયતામાં વધારો થશે. લોકો તમારા નિર્ણયો અને વાતોની પ્રશંસા કરશે અને જો તમે કળા, ફેશન, મીડિયા કે ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા હો તો તમને કોઈ મોટો પ્રોજેક્ટ અથવા તો સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
મકર રાશિ (Makar Rashi)
મકર રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન (Shukra Nakshatra Gochar 2026) કેરિયર અને કર્મ સ્થાન પર સકારાત્મક બદલાવ લઇને આવશે. નોકરિયાત માણસોને પ્રમોશન થવાની કે મનોવાંચ્છિત ઇન્ક્રીમેન્ટ મળવાની પૂરી સંભાવનાઓ છે. વરિષ્ઠ અધિકારીઓનો પૂરતો સહયોગ પ્રાપ્ત થશે અને નવું વાહન, ઘરેણાં કે ઈલેક્ટ્રોનિક્સનો સામાન ખરીદવાના યોગ પણ સર્જાઇ રહ્યાં છે.

શુભ પ્રભાવોને વધારવા માટેના ઉપાયો (Upay for Shukra Dev)
1. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને એમને સફેદ મીઠાઈ (Sweet) અથવા તો ખીરનો પ્રસાદ ધરાવવો.
2. દરરોજ ‘ૐ શું શુક્રાય નમ:’ મંત્રનો 108 વાર જાપ કરવો.
3. શુક્રવારના દિવસે કોઈ જરુરિયાતમંદ વ્યક્તિને ચોખા, સફેદ વસ્ત્ર અથવા મિસરીનું દાન કરવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 1 ઓગસ્ટે કન્યા રાશિમાં શુક્રનું ગોચર: આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાની
આ પણ વાંચો: ગ્રહ પરિવર્તન 2026: સિંહ રાશિમાં શુક્રની પધરામણી, 1 ઓગસ્ટ સુધી આ 3 રાશિના જાતકો પર થશે ધન-વૈભવનો વરસાદ
આ પણ વાંચો: 11 મેના રોજ રચાવા જઇ રહ્યો છે…શુક્ર-ગુરુનો શક્તિશાળી યોગ…આ 4 રાશિઓને મળશે મોટો લાભ..!
