Dharma & Bhakti/ 26 માર્ચથી સિંહ, કર્ક અને મેષ રાશિવાળાની આર્થિક ઉન્નતિ ના સંકેત…વૈભવદાતા શુક્રનો મંગળના ઘરમાં પ્રવેશ!

Shukra Gochar (શુક્ર ગોચર)નો પ્રભાવ અનેક રાશિઓ પર જોવા મળી શકે છે. વિશેષ કરીને સિંહ, કર્ક અને મેષ રાશિઓને આર્થિક લાભના નવા માર્ગ પણ ખૂલી શકે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shukra Gochar, સિંહ રાશિ, કર્ક રાશિ, ક્રિએટિવ ફિલ્ડ, શુક્ર ગ્રહ

Dharm & Bhakti: પંચાંગ અનુસાર, 26 માર્ચ 2026 ના રોજ વૈભવ, સુખ અને ભૌતિક સુખ સુવિધાઓનો કારક શુક્ર ગ્રહ મંગળના સ્વામિત્વ વાળી રાશિ મેષમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિએ આ શુક્ર ગોચર (Shukra Gochar) ને અમુક રાશિઓની આર્થિક પ્રગતિ, કેરિયરમાં ઉન્નતિ અને જીવનમાં સકારાત્મક પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

જ્યોતિષીય દ્રષ્ટિએ શુક્ર ગ્રહ (Venus Planet) ને ધન, વૈભવ, કળા, સૌંદર્ય અને વિલાસિતાનો કારક માનવામાં આવે છે જ્યારે મંગળ ઊર્જા, સાહસ અને કર્મનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પણ શુક્ર મંગળ (Mangal) ના ઘરમાં પ્રવેશે છે ત્યારે આ સંયોગ ચમત્કારી માનવામાં આવે છે!

શુક્ર ગોચર (Shukra Gochar) ક્રિએટિવ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો માટે અનુકૂળ

આ સંજોગોમાં શુક્રના આ ગોચરનો પ્રભાવ અનેક રાશિઓ પર જોવા મળી શકે છે. વિશેષ કરીને સિંહ, કર્ક અને મેષ રાશિના લોકો માટે આ સમય કેરિયર અને વ્યવસાયમાં પ્રગતિની સંભાવનાઓ દર્શાવી રહ્યું છે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, શુક્રનો મંગળની રાશિમાં પ્રવેશ ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ અને જીવનમાં આકર્ષણ વર્ધન કરી શકે છે. આ સમય કળા, ક્રિએટિવ ફિલ્ડ (Creative Field) જેવા કે, ફેશન, ડિઝાઇન, મીડિયા અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે અનુકૂળ સાબિત થઇ શકે છે. જો કે, આ સમયે નવા નિર્ણયો લેતા અગાઉ તમારે તમારી વ્યક્તિગત કુંડળીનું વિશ્લેષણ કરાવવું જરુરી છે.

Shukra Gochar, સિંહ રાશિ, કર્ક રાશિ, ક્રિએટિવ ફિલ્ડ, શુક્ર ગ્રહ

મેષ રાશિ

મેષ રાશિ (Mesh Rashi, Aries) ના જાતકો માટે આ ગોચર શુભ ફળ આપનારું સાબિત થઇ શકે છે. કેમ કે, શુક્ર તમારી જ રાશિમાં ગોચર કરશે આથી આ સમય દરમિયાન, આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેતો મળી રહ્યાં છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ પ્રાપ્ત થઇ શકે છે અને એનાથી પ્રમોશનની સંભાવના છે. વેપારી વર્ગને નવીન અવસરો પ્રાપ્ત થઇ શકે છે અને રોકાણથી લાભ મળવાની પણ સંભાવના રહેશે. પારિવારિક જીવનમાં પણ સુખ અને સંવાદ જળવાઇ રહે એવા યોગ છે.

Shukra Gochar, સિંહ રાશિ, કર્ક રાશિ, ક્રિએટિવ ફિલ્ડ, શુક્ર ગ્રહ

કર્ક રાશિ

કર્ક રાશિ (Kark Rashi, Cancer)ના જાતકો માટે આ ગોચર આર્થિક ઉન્નતિના નવીન અવસરો લઇને આવશે. તમારી રાશિના કર્મ સ્થાન પર આ ગોચર થશે આથી લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે. વેપારમાં વ્યાપ વધવાના યોગ છે અને આવકના નવા સ્ત્રોત પણ ઉત્પન્ન થશે. નોકરી કરનારા જાતકોને પોતાના ઉપરી અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળવાની સંભાવના છે. આ ઉપરાંત, આ સમયે કરવામાં આવેલા રોકાણોથી ભવિષ્યમાં લાભ મળી શકશે અને બેરોજગાર લોકોને નોકરી મળવાની સંભાવના છે. પરંતુ તમારે મહેનત કરવાની રહેશે અને લોકોના સંપર્કમાં રહેવું પડશે.

Shukra Gochar, સિંહ રાશિ, કર્ક રાશિ, ક્રિએટિવ ફિલ્ડ, શુક્ર ગ્રહ

સિંહ રાશિ

સિંહ રાશિ (Sinh Rashi, Leo)ના જાતકો માટે આ ગોચર વિશેષ રુપે લાભકારી સિદ્ધ થશે. તમારી રાશિના ભાગ્ય સ્થાન પર આ ગોચર થશે આથી કેરિયરમાં ઉન્નતિના યોગ રચાઇ શકે છે. આર્થિક લાભના નવા માર્ગ પણ ખૂલી શકે છે. વેપાર કરનારા લોકોને ઉત્તમ સોદો મળી શકે છે અને ધન સંચયના અવસર વધવાની સંભાવનાઓ છે.

કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે અને સામાજીક માન-સન્માનમાં વૃદ્ધિ થઇ શકે છે. આ ઉપરાંત, તમે દેશ-વિદેશની યાત્રાઓ કરો એવા યોગ છે. એ પ્રતિયોગી પરીક્ષાની તૈયારીઓ કરનારા વિદ્યાર્થીને સારા ગુણથી ઉત્તીર્ણ થવાના યોગ છે. પરંતુ આ માટે તમારે મહેનત કરતા રહેવું પડશે.


આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…

આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…