Gujarat Weather:ગુજરાતમાં ઉનાળો વહેલો આવ્યો છે અને તેની તીવ્રતા અસાધારણ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવની (Heatwave) સ્થિતિ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 2-3 દિવસ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

મુખ્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ
શહેરો |
તાપમાન |
| રાજકોટ | 40–41.6°C |
| સુરત | 38–40°C+ |
| વડોદરા | 38–39°C+ |
| અમદાવાદ | 39–41.2°C |
| સુરેન્દ્રનગર | 41.6°C |
હવામાન વિભાગની હીટવેવની (Heatwave) આગાહી
કચ્છ,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સુરેન્દ્રનગર,રાજકોટ,બોટાદ,મોરબી,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,અમદાવાદ,ગાંધીનગર,ભરૂચ,વડોદરા,સુરત આ જિલ્લાઓમાં આગામી થોડા દિવસો સુધી હીટવેવની (Heatwave) સ્થિતિ અને યલો એલર્ટ છે.આ જિલ્લાઓમાં આઇસોલેટેડ પોકેટ્સમાં હીટવેવની સ્થિતિ રહેશે,ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં.

IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં એન્ટી-સાયક્લોનિક સર્ક્યુલેશન અને સામાન્ય કરતાં વધુ શુષ્ક હવામાનને કારણે આ વહેલી અને તીવ્ર ગરમી છે. આગામી 90 દિવસમાં હીટવેવના (Heatwave) કિસ્સા વધુ થઈ શકે છે, પરંતુ 11 માર્ચ પછી તાપમાનમાં થોડો ઘટાડો અથવા સ્થિરતા આવી શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી

