Ahmedabad news દેશ અને રાજ્યમાં નકલી અને ગેરકાયદેસર દવા (Illegal drug) નો વેપલો ધીમે ધીમે વધી રહ્યો છે. અમદાવાદ અને અંકલેશ્વરમાંથી પ્રેગાબેલિન નામનો ગેરકાયદેસર ડ્રગ્સ (Illegal drug) નો જથ્થો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and drugs department) ઝડપી લીધો છે. ત્યારે પરવાના વગર દવાનું વેચાણ કરતી અમદાવાદની એસ્ટીમ એન્ટરપ્રાઈઝ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓમાં દરોડા (Raids) પાડીને ફુડ વિભાગે આશરે રુ.21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગ્સનો 1 હજાર કિગ્રા જથ્થો ઝડપી લીધો છે.
રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીને આધારે આ ડ્રગ્સનું વેચાણ કરતી અમદાવાદની એસ્ટીમ એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડ્યા. જેમાં દરોડા દરમિયાન ટીમને 85 લાખની કિંમતનું 4300 કિગ્રાનો પ્રેગાબેલિન ડ્રગ્સનું વેચાણ કર્યા હોવાનું સબૂત મળ્યું હતું. ત્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર ડો. એચ જી કોશિયાએ જણાવ્યું કે, મેસર્સ એક્સિસ ફાર્માકેમના માલિક પ્રવિણ પટેલ અને આઈકોનિક ફાર્માકેમના ભાવેશભાઈ અને અન્યની સંડોવણીથી આઈકોનિક ફાર્માકેમ પાનોલી દ્વારા તેમની ફેક્ટરીમાં દવા બનાવવાનો કોઈ પરવાનો લીધા વગર પ્રેગાબેલીન દવા બનાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. ફુડ વિભાગને આ જગ્યાએથી 21.50 લાખની કિમતનો 1000 કિગ્રા પ્રેગાબેલીન દવાનો જથ્થો મળી આવ્યો હતો.
આગળ તેમણે કહ્યું કે, એક્સિસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને પાનોલીમાં આવેલી આઈકોનિક ફાર્માકેમમાં પ્રેગાબેલિન આઈપી મેળવી 1 કિગ્રા દીઠ રુ.200ના કમિશન પેટે લેબલ લગાવીને દવાનું વેચાણ કરતી હતી, જે બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
