Ahmedabad News/ Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ

NSUI દ્વારા થોડા દિવસ અગાઉ NAAC ટીમમાં કામ કરનાર અધિકારીઓ પ્રોત્સાહન રૂપે 25 હજારથી લઇને 5 લાખ સુધી એમ 50 લાખ જેટલા રૂપિયા જે વિદ્યાર્થીઓની

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી ફરીથી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના અધિકારીઓએ NAACની ટીમને પ્રોત્સાહન રૂપે લ્હાણી કરાયા હોવાનું NSUI દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે NAACની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો થયો છે.

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે રૂપિયા આપવાના મામલે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કુલપતિ (Chancellor)ના નિવાસ સ્થાને NSUIએ હોબાળો મચાવ્યો હતો. NAAC ટીમની વિઝિટ સમયે ડ્યુટી નિભાવનાર પ્રોફેસરોને યુનિવર્સિટીએ વધુ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

NAAC ટીમની વિઝિટ સમયે ડ્યુટી નિભાવનાર પ્રોફેસરોને યુનિવર્સિટી (Gujarat University)એ વધુ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  10 હજારથી લઈ 5 લાખ સુધી પ્રોફેસર અને કર્મચારીઓને પગાર સિવાયના વધુ રૂપિયા અપાયા હતા. એક પ્રોફેસરને 5 લાખ રૂપિયા પગાર સિવાયના વધુ રૂપિયા આપ્યા હતા. વિદ્યાર્થીઓની ફીમાંથી બક્ષિસ રૂપે આપેલ રૂપિયા વિદ્યાર્થીઓને પરત આપવા NSUIએ માગ કરી છે.

NSUI દ્વારા થોડા દિવસ અગાઉ NAAC ટીમમાં કામ કરનાર અધિકારીઓ પ્રોત્સાહન રૂપે 25 હજારથી લઇને 5 લાખ સુધી એમ 50 લાખ જેટલા રૂપિયા જે વિદ્યાર્થીઓની ફીના પૈસા છે, એ પૈસા કુલપતિએ કોઈ કમિટી બનાયા વગર સીધા પોતાના માનીતા અધિકારીઓએ ONGCમાંથી લાવવામાં આવ્યા છે એમના કહેવાથી જ આપી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. NAAC ટીમને આપવામાં પ્રોત્સાહનરૂપે આપવામાં આવેલા પૈસા વિદ્યાર્થીઓની ફીના પૈસા છે. તે અગાઉ પણ NSUI દ્વારા રજીસ્ટારને જાણ કરવામાં આવી હતી કે આ પૈસા પાછા લઈને વિધાર્થીઓના હિતમાં વાપરવા જોઈએ. પરંતુ કોઈ નિર્ણય ન લેવાતા આજે ગુજરાત યુનિવર્સિટી કુલપતિના નિવાસ સ્થાને  NSUI દ્વારા કુલપતિ ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. NSUIએ ચીમકી આપી છે કે જો આવનાર દિવસોમાં આ પૈસા પાછા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

NAACનું કાર્ય

રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) એ ભારતના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા સ્થાપિત એક સ્વાયત્ત સંસ્થા છે જે દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન અને માન્યતા આપે છે. NAAC શિક્ષણ, શિક્ષણ, સંશોધન, માળખાગત સુવિધાઓ અને વિદ્યાર્થી સહાય સેવાઓ સહિતના વિવિધ માપદંડોના આધારે શિક્ષણની ગુણવત્તા અને એકંદર સંસ્થાકીય કામગીરીનું મૂલ્યાંકન કરે છે.

@અનિતા પરમાર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલે 17 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા, NSUIનો આક્ષેપ

આ પણ વાંચો:NSUI કાર્યકર્તાઓ 1 કરોડની ખંડણી માંગી, 5 ની ધરપકડ, 2 ફરાર

આ પણ વાંચો:અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ