Rajkot News/ રાજકોટમાં ખાનગી કંપની દ્વારા વિવાદિત જાહેરાતોને પગલે લોકોમાં રોષ

ZOMATO દ્વારા ચિકન વેચાણની લગાવાઈ જાહેરાત

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટમાં ખાનગી કંપની દ્વારા વિવાદિત જાહેરાતોને પગલે લોકોમાં રોષ વ્યાપ્યો છે. જેમાં ZOMATO દ્વારા ચિકન વેચાણની જાહેરાતો લગાવવામાં આવતા હોબાળો મચ્યો છે. શહેરના જીલ્લા પંચાયત ચોક ખાતે આ દજાહેરાતો લગાવવામાં આવી છે. ઉપરાંત સિટી બસના પીકઅપ સ્ટેન્ડ પર પણ જાહેરાતો લગાવવામાં આવી છે.

જેમાં ‘દિલ્હીકા બટર ચિકન, કાશ્મીરકી વાઝવાન બિરયાની’ જેવી જાહેરાતો લગાવવામાં આવી છે. ‘દોનો કા ખાસ, અબ રાજકોટ કે પાસ’નું જાહેરાતમાં લખાણ તખવામાં આવ્યું છે. જેને પગલે ચિકન વેચાણની જાહેરાતને લઇ સ્થાનીકોમાં રોષનો માહોલ છવાયેલો છે.

જોકે મનપાના ધ્યાને આવતા જાહેરાતો તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જાહેરાતો હટાવવા આદેશ આપ્યા હતા. એટલું જ નહી જાહેરાત લગાવનાર એડ એજન્સીને નોટિસ આપવાના પણ આદેશ અપાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડામાં ફરીથી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી! અગાઉ આ જ સ્થળે કરાઈ હતી કાર્યવાહી

આ પણ વાંચો: ખેડા : બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ

આ પણ વાંચો: ખેડામાં પાંચ હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી ઝડપાયો