Gandhinagar News: રાજ્ય સરકાર ભૂતિયા શિક્ષકોને લઈને આકરી કાર્યવાહી કરી છે. બનાસકાંઠાના 33 શિક્ષકોને સરકારે બરતરફ કર્યા છે. સરકારે ચાર વર્ષથી ગેરહાજર શિક્ષકોને બરતરફ કર્યા છે. આ તો ફક્ત બનાસકાંઠામાં હજુ પણ ઘણી શાળાઓમાં ભૂતિયા શિક્ષકો છે. તપાસમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. આગામી સમયમાં રાજ્યમાં તપાસ કરવામાં આવે તો બીજા કેટલાય ભૂતિયા શિક્ષકો બહાર આવી શકે છે.

રાજ્યમાં કુલ 33 જિલ્લા છે અને તેમા હજારો પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા છે. આ બધી સ્કૂલોની પણ તપાસ ચાલુ થાય તે જરૂરી છે. આ બાબતને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે અમારી પાસે એક શિક્ષકની વાત ધ્યાન પર આવી છે. આ બાબતને અમે ઝુંબેશના રૂપમાં લઇ 32 હજારથી વધુ શાળાઓ પાસેથી આ અંગે રિપોર્ટ મંગાવીશું. શિક્ષકો ગેરહાજર રહીને વિદેશ ગયા છે અને નોકરી ચાલુ છે એ બાબત તો ગંભીર છે જ.

પણ સાથે સાથે એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે. એટલે શિક્ષકને તો સજા કરીશું, પણ એને સપોર્ટ કરનાર જે શિક્ષક છે એની વધુ જવાબદારી બને છે. જેથી તેની સામે પણ કડક પગલાં લેશું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાન પર આવતાં મેં તેનો રિપોર્ટ મંગાવ્યો છે. આવનારા સમયમાં આ બાબતને લઈ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવીશું. જેમાં આવા જે શિક્ષકમિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાશે છે કે બહાર હશે અને શાળામાં ગેરહાજર હશે, અનિયમિત હશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!
આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં
આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ
