Gujarat Weather/ ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે….

Top Stories Gujarat Breaking News
Image 2024 08 10T083039.968 ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું....

Gujarat Weather News: હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન તરફથી આવતા મોન્સૂન ટ્રફને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવક 3,67,840 ક્યુસેક થતાં જળ સપાટી 130.81 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે નર્મદામાં 28,464 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં સરદાર સરોવર નર્મદા નિગમનું આખું તંત્ર એલર્ટ થઇ ગયું છે. નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીને કારણે કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં એવરેજ વરસાદ 68.98 ટકા નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.34 ટકા વરસાદ, કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા વરસાદ વરસાદ સાથે સામાન્ય કરતાં સારો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.73 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં

આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું

આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત