Rajkot News: રાજકોટમાં એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. અમદાવાદથી રાજકોટ જતી વખતે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતી વખતે શખ્સોને રાજકોટ SOG ટીમે બામણબોર પાસેથી ઝડપ્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં એસઓજીએ બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતી વખતે થઈ રહેલી કારમાં હેરાફેરી વખતે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારમાંથી 1.83 લાખનો ડ્રગ્સ સાથે કાર જપ્ત કરવામાં આવી હતી. 18.34 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂ. 1.83 લાખ અને કાર સહિત રૂ. 3.43 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા અને કોને સપ્લાય કરતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. રાજકોટ SOG એ જીતુદાન જેસાણી અને રાજવીરસિંહ ડોડિયાની ધરપકડ કરી છે. આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. ત્યારે પોલીસે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા
આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી
આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ