Ahmedabad News/ કર્મચારી જ સ્ટોરમાં ચોરીનો માસ્ટરમાઇન્ડ

મકરબા વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાંથી અંદાજે એક લાખથી વધુની કિંમતનો માલ ચોરી(Theft) કરાયો હોવાનું બહાર આવ્યું છે

Gujarat Ahmedabad
અમદાવાદમાં ઓનલાઇન ગ્રોસરી કંપનીના સ્ટોરમાં કામ કરતા જ કર્મચારી દ્વારા ચોરી(Theft)નો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદમાં ઓનલાઇન ગ્રોસરી કંપનીના સ્ટોરમાં કામ કરતા જ કર્મચારી દ્વારા ચોરી(Theft)નો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મકરબા વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાંથી અંદાજે એક લાખથી વધુની કિંમતનો માલ ચોરી કરાયો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જુહાપુરા નિવાસી અને સ્ટોરમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ પઠાણે ફરિયાદ નોંધાવી હતી. 26 એપ્રિલના રોજ સ્ટોક ચેકિંગ દરમિયાન તેલના ડબ્બા અને ખાંડની બોરીઓ ઓછી જણાતા શંકા ઉદ્ભવી હતી. ત્યારબાદ મેનેજમેન્ટ અને સિક્યુરિટી ટીમને જાણ કરી CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.

CCTVમાં કંપનીમાં જ રાઇડર તરીકે કામ કરતો 25 વર્ષીય નોમાન હુસૈન શેખ ચોરી (Theft)કરતો દેખાયો

તપાસ દરમિયાન CCTVમાં કંપનીમાં જ રાઇડર તરીકે કામ કરતો 25 વર્ષીય નોમાન હુસૈન શેખ ચોરી (Theft)કરતો દેખાયો હતો. આરોપીએ ખૂબ જ ચાલાકીથી ગ્રાઉન્ડ ફ્લોર પરથી તેલના ડબ્બા ખસેડીને બાથરૂમ સુધી પહોંચાડ્યા હતા. બાથરૂમની તૂટેલી બારીનો ઉપયોગ કરીને તે માલસામાન બહાર કાઢતો અને મોડી રાત્રે મોપેડ પર લઈ જતો હતો.

પોલીસ તપાસ મુજબ, આરોપીએ 21 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન ટુકડાઓમાં ચોરીને અંજામ આપ્યો હતો. કુલ ₹1,03,462ના તેલ અને ખાંડની ચોરી થયાનું સામે આવ્યું છે. હાલ સરખેજ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાએ ખાનગી કંપનીઓમાં આંતરિક સુરક્ષા અને કર્મચારીઓની વિશ્વસનીયતા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો:મહીસાગરમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

આ પણ વાંચો:ચંદનચોર પકડાયા, મહીસાગરમાં ચંદન ભરેલી ગાડી ઝડપાઈ

આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા