Valsad News/ વાપીમાં CGST કચેરીના બે એકાઉન્ટન્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા

ACBએ આરોપીની ઓફિસમાં જ જાળ બિછાવીને રૂ.2,000 ની લાંચ લેતા ઝડપી લીધા

Gujarat Others

Valsad News : વાપી CGST કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર કપીલ નટવરલાલ જૈન અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા રૂ.2,000 ની લાંચ લેતા ACBની જાળમાં ફસાઈ ગયા હતા.

આ કેસની વિગત મુજબ ફરીયાદીને વાપી CGST. એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરી વાપી ખાતે ફૂલછોડના કુંડાનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર મુજબના ફૂલછોડના કુંડા ફરીયાદીએ આપ્યા હતા. જે બિલના નાણાં ફરીયાદીને મળેલ ન હોવાથી, ફરીયાદી આ કામના આરોપીઓને મળતા, જે બિલ મંજૂર કરવાના અવેજ પેટે રૂ.2,000ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે સી.જી.એસ.ટી. એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીના ચોથા માળે આવેલ આરોપી નં. (૧) ની ઓફિસમાં, વાપી, જી.વલસાડ ખાતે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચનાં છટકા દરમ્યાન ફરિયાદી આરોપી કપીલ જૈનને મળતાં, ફરીયાદી સાથે વાતચીત કરી, રૂ.2,000ની લાંચની માંગણી કરી, આરોપી કપીલ જૈનએ સ્વીકારી, બંન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર: સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

આ પણ વાંચો:જામનગરમાં NRIની કરોડો રૂપિયાની જમીન પચાવી પડાઈ

આ પણ વાંચો:જામનગરમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો ભડક્યા