Jamnagar News/ જામનગરમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો ભડક્યા

ખેડૂતને જગતનો તાત કહેવાય છે, પરંતુ તેની સ્થિતિ હંમેશા એવી હોય છે કે તેણે બીજાને બાપ કહેવા પડે છે. બીજાને માઇબાપ કહેવા પડે છે અને તેમની આગળ હાથ જોડીને ઊભા રહી જવું પડે છે.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: ખેડૂતને જગતનો તાત કહેવાય છે, પરંતુ તેની સ્થિતિ હંમેશા એવી હોય છે કે તેણે બીજાને બાપ કહેવા પડે છે. બીજાને માઇબાપ કહેવા પડે છે અને તેમની આગળ હાથ જોડીને ઊભા રહી જવું પડે છે. જામનગરમાં પણ ખેડૂતોની પરિસ્થિતિ આવી થઈ છે. જગતનો તાત મનાતો ખેડૂત આજે મોંઘા મૂલે પકવેલી ડુંગળી રોડ પર ફેંકવા મજબૂત બન્યો છે.

જામનગરના ધુતાપર ગામે ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને અલગ રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. ડુંગળીનો પૂરતો ભાવ ન મળતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને પોષણક્ષમ ભાવ મળે તેની માંગ કરી છે. આમ ડુંગળીના તૂટેલા ભાવે ખેડૂતોને રડાવ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં ડુંગળી પખવાડિયામાં વેચવી પડે છે, નહીંતર બગડી જાય છે. ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માંગ સાથે સરકાર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે. જામનગરના ખેડૂતોના રસ્તા પર ડુંગળી ફેંકવાના આગવા વિરોધે સ્થાનિક વહીવટીતંત્રનું ધ્યાન ખેંચ્યું છે.

ખેડૂતોના આક્રોશના પગલે સ્થાનિક વહીવટીતંત્ર સાબદું બન્યું છે. ખેડૂતોનું કહેવું છે કે રાતોના ઉજાગરા તૈયાર કરીને પકવેલી ડુંગળીના બજારમાં મણદીઠ 150 રૂપિયા મળે છે. આ સંજોગોમાં વાવેતર ખર્ચ પણ નીકળતો નથી તેમ ખેડૂતોએ જણાવ્યું છે. હવે જો ખર્ચો પણ નીકળતો ન હોય તો પછી નફાની તો વાત જ બાજુએ રહી. આ ઘટના બતાવે છે કે ખેડૂતોની પરિસ્થિતિ કેવી કપરી છે.

આમ ખેડૂતોને ડુંગળીના ભાવ ન બળતા ખેડૂતોમાં આક્રોશ છે. એકબાજુ તહેવારો માથા પર ઊભા છે. બીજી બાજુએ ડુંગળીના પાકનો ખેડૂતોને ભાવ મળતો નથી. ખેડૂતો પાસે રૂપિયા નથી, તેઓએ ખેતમજૂરોને રૂપિયા ચૂકવવાના છે, તહેવારો ખેતમજૂરોના પણ છે. આના ડુંગળીએ ખેડૂતોને રડાવતા આગામી દિવસોમાં ખેડૂતો તંત્રના આંખે પાણી લાવી દે તેમ માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ફ્લેટમાં ચાલતું કૂટણખાનું પકડાયું, અમદાવાદ-રાજકોટથી રૂપલલનાઓ બોલાવાતી હતી

આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત