Jamnagar News/ જામનગરમાં ફ્લેટમાં ચાલતું કૂટણખાનું પકડાયું, અમદાવાદ-રાજકોટથી રૂપલલનાઓ બોલાવાતી હતી

આ કેસમાં 4 મહિલાઓની પોલીસે અટક કરી છે

Gujarat Others

Jamnagar News : જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું છે. જેમાં રૂપલલનાઓને કૂટણખાનું ચલાવતી મહિલા રાજકોટ અને અમદાવાદથી બોલાવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ગઈકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર) મોડી સાંજે પોલીસે દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. આ કેસમાં 4 મહિલાઓની પોલીસે અટક કરી છે.પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર સ્થિત અંધઆશ્રમ આવાસના એક ફ્લેટમાં કૂટણખાનું ચાલાવાતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેમાં જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના બિલ્ડિંગમાં ફ્લેટમાં બહારથી યુવતીઓ બોલાવીને એક મહિલા દ્વારા કુટણખાનું ચલાવાતું હતું.

સમગ્ર ઘટના મામલે અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના મામલે કૂટણખાનું ચલાવનાર 55 વર્ષીય મહિલા સામે જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનું ચલાવતી મહિલા સિલાઈ કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવા મહિલાએ પોતાના ઘરમાં કૂટણખાનું ચલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં મહિલા અમદાવાદથી બે અને રાજકોટથી એક એમ ત્રણ યુવતીઓને બોલાવતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ

આ પણ વાંચો: એલન સાથેની સાંઠગાંઠમાં સુરતમાં સંડોવાયેલી સ્કૂલોની તપાસ કરીશુઃ ડીઇઓ

આ પણ વાંચો: Mantavya Exclusive/એલન ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડ: શિક્ષણના નામે ધંધો અને નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ