Panchmahal News : પંચમહાલમાં કાલોલ મામલતદાર કચેરીનો પટાવાળો અશોક હરિપ્રસાદ જોશી રૂ,400 ની લાંચ લેતા ACBની ટીમને હાથે ઝડપાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદીની વડીલો પાર્જીત જમીન આવેલી છે. તેમાં ફરિયાદીના પિતાનું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોવાથી અને ફરિયાદીના પિતાનું તથા ફોઈનું અવસાન થતા તેમના પિતાને તથા તેમની ફોઈ ને નિઃસંતાન બતાવી તેમાં ફરિયાદીના કાકાના દીકરાઓના નામ દાખલ કરાવ્યા હતા.
પરંતુ ફરિયાદીનું નામ દાખલ કર્યા વગર નોંધ દાખલ કરી હોવાની ફરિયાદીને જાણ થઈ હતી. જે નોંધ થી હક કમી થયેલ તે નોંધ પડાવવા સારું જે સંલગ્ન કાગળો રજુ થયેલ તેની નકલો મેળવવા સારું ફરિયાદીએ મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. જે અરજી અન્વયે જરૂરી કાગળો કાઢી આપવા સારું કાલોલ મામલતદાર કચેરીના પટાવાળા(કરાર આધારિત) આરોપી અશોકકુમાર હરિપ્રસાદ જોશીએ રૂ.400 ની માંગણી કરી હતી.
પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી ફરિયાદીએ ટોલ ફ્રી -1064 ઉપર સંપર્ક કરતા કાલોલ મામલતદાર કચેરી રેકર્ડ શાખાની ઓફિસ , કાલોલ ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી લાંચના રૂ. 400 લેતા અશોક જોશી ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ
આ પણ વાંચો: એલન સાથેની સાંઠગાંઠમાં સુરતમાં સંડોવાયેલી સ્કૂલોની તપાસ કરીશુઃ ડીઇઓ
આ પણ વાંચો: Mantavya Exclusive/એલન ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડ: શિક્ષણના નામે ધંધો અને નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ
