Ahmedabad News/ નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે

નવરાત્રિ આયોજક દ્વારા સીટીંગ વ્યવસ્થાથી બહાર જવાનો રગેટ 15 મીટરથી વધારે ન હોવું જોઈએ

Gujarat Ahmedabad

 Ahmedabad News : નવરાત્રિનો તહેવાર આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર ફાયરબ્રિગેડ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ ગાઇડલાઇનનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી NOC મેળવવું ફરજિયાત છે.

આ ઉપરાંત, આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું રહેશે, જેમાં ઇમર્જન્સી ગેટ, ફાયર એક્સ્ટિંગ્યુશર અને અન્ય સલામતીના પગલાંનો સમાવેશ થાય છે. આયોજકોએ ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત દસ્તાવેજો જમાલપુર ફાયર સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે.

નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદમાં ક્લબમાં, વિવિધ પાર્ટી પ્લોટો, મોટાપાયે ગરબાનું આયોજન થતું હોય છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે આવતા હોય છે, ત્યારે અમદાવાદ શહેર ફાયરબ્રિગેડ દ્વારા જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી નવરાત્રિના આયોજકો માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી છે. નવરાત્રિ ગરબાના સંચાલકો દ્વારા ગુજરાત ફાયર રૂલ્સ અને રેગ્યુલેશન, પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ, તેમજ વખતો-વખતના સુધારા, નેશનલ બિલ્ડીંગ પાર્ટ – 4, IS- 8758 મુજબની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડીક્લેરેશન (રૂ. 300ના સ્ટેમ્પ પેપરમાં )ફોટો નોટરી કરાવવાનું રહેશે. જેને અચૂક રજૂ કરવાનું રહેશે.

નવરાત્રિના આયોજકોએ ફાયર વિભાગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ – ટેમ્પરરી (FSCAT) મેળવવા માટે ઓનલાઈન (https://fscop.gujfiresafetycop.in/ નીવેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને જણાવેલ દસ્તાવેજની હાર્ડ ફાઈલ તૈયાર કરીને જમાલપુર ફાયરસ્ટેશન ખાતે સબમિટ કરાવવાની રહેશે. નિયમાનુસાર બાદમાંસ્થળ નિરીક્ષણ કરીને FSCAT મેળવવાની રહેશે. ઓનલાઈન અરજી અને હાર્ડ કોપીની ફાઈલ સબમિટ ઇવેન્ટ ચાલુ થવાના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કરવાની રહેશે.

ક્યાં ક્યાં નિયમો પાળવાના રહેશે

નવરાત્રિ આયોજક દ્વારા કોઇપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 સ્કવે.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.

નવરાત્રિના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહિં, ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

નવરાત્રિ આયોજક દ્વારા પરસ્પર વિરૂધ્ધ દિશામાં હોય તે રીતે ઓછામાં ઓછા બે EMERGENCY EXIT રાખવાના રહેશે. ગેટની સામેના ભાગે 5 મીટર ખુલ્લું હોય તે મુજબનું રાખવાનું રહેશે.

નવરાત્રિ આયોજક દ્વારા સીટીંગ વ્યવસ્થાથી બહાર જવાનો રગેટ 15 મીટરથી વધારે ન હોવું જોઈએ.સીટીંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી નવરાત્રિ આયોજક દ્વારા પેસેજ આપવામાં આવેલો હોવો જોઈએ. જેની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઈએ.

નવરાત્રિ આયોજક દ્વારા કોઇપણ મંડપ કોઇપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઈટેન્શનલાઈન કે રેલવે લાઈન દૂર કરવાના રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછુ અંતર હોવું જોઈ નહિં.

સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવનકુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પુરતી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી.આઈ/જી.આઈ શીટ 6 સે.મી. કરતા ઓછી ન હોય તે મુજબની રાખવાની રહેશે.

સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સીસ્ટમ રાખવાની રહેશે.આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહિ તથા આ સ્ટ્રક્ચરના સ્ટેજની નજીક કે સ્ટેજના નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઇપણ પ્રકારના ધન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહિં.

નવરાત્રિ આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.સ્ટેજ અને અન્ય પંડાલથી ડીઝલ જનરેટર દૂરના અંતરે રાખવાનું રહેશે.

સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દિવા નીચે રેતી નોબેઝ અચૂક રાખવાના રહેશે અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંમસેવક રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ રાખવાના રહેશે.

સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ કે રસોઈ બનાવાની સામગ્રી, LPG ગેસ સીલીન્ડર તેમજ ધૂમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પદાર્થ કે જ્યોત ઈત્યાદી રાખવાની રહેશે નહિ.

આયોજકો દ્વારા મંડપમાં કરાવવામાં આવતા ઇલેક્ટ્રિક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેક્ટ્રિક વાયરીંગ અંગે ગવર્મેન્ટ એપ્રુવડ ઇલેક્ટ્રિક ઈજનેર પાસે ચકાસણી કરાવવાની રહેશે. ઇલેક્ટ્રિક વીજ ઉપકરણોનું ઈંસ્ટોલેશન IS-1646-1982 મુજબ કરવાનું રહેશે.

પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ પીવીસી આવરણવાળા, કંડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોર્સેલેઇન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે.

આયોજકો દ્વારા ઇલેક્ટ્રિકનું મુખ્ય સ્વીચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. માં બનાવવામાં આવેલ હોવું જોઈએ તથા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેક્ટ્રિક જંક્શન બોર્ડ પાઇલોટીંગ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.

સંચાલકો દ્વારા કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રિક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબ લાઈટ કે તેના કોઈ પાર્ટ્સ મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સળગી ઉઠે તેવી જવલંનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા 15 સે.મી. દૂર રાખવાના રહેશે.

loT (Internet of Things) બેઝ ઈલેક્ટ્રિકલ સીસ્ટમ ઇકવ્યુંમેન્ટ હોવું અને કનેક્શન કરવું ફરજિયાત છેસ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ નવરાત્રિ આયોજક દ્વારા NO SMOKING ZONE, EXIT, EMERGENCY EXIT વગેરે અચૂક ઓટો ગ્લોવ મટીરીયલમાં સાઈન લગાવવા.

આયોજક દ્વારા કોઈપણ છઝ, મંડપ, પંડાલ કે તેના ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવેતો તેના પડદા અને કાર્પેટનેફાયર રીટાઈન્ડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બીછાવવા, જોગ કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે.આવા પંડાલમાં કે પંડાલની બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી કે પદાર્થ, પ્રવાહી સંચાલકો દ્વારા રાખવાના રહેશે નહિ તથા ફટાકડાનો સંગ્રહ કે ઉપયોગ કરવાનો રહેશે નહિ

તેમાં ફાયર સેફ્ટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે જો તેમાં મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલી હોય.સચાલકો દ્વારા પ્રત્યેક 100 ચો.મી. વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન 2 નંગ ABC ફાયર એક્ષટિંગ્યુશર, 6 કી.ગ્રા.ની ક્ષમતાના તથા 2 નંગ CO2 ફાયર એક્ષટીંગ્યુંશર, 4.5 કી.ગ્રા.ની ક્ષમતાના અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાકીને રાખવા તથા રેતી ભરેલી બે ડોલો અચૂક આ મંડપ પ્રીમાસીસમાં ઉપલબ્ધ કરાવવાના રેહશે.

પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફલોર એરિયાના 0.75 લી/સ્ક્વે.મી કરતા ઓછો હોવો જોઈએ નહિ તથા પાણીનો પુરવઠો ડ્રમ, બકેટમાં સુવ્યવસ્થિત ઝડપથી ઉપયોગમાં લઇ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.

સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ફાયર એક્ષટીંગ્યુંશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિઓને અચૂક રાઉન્ડ ધ કલોક રાખવાના રહેશે.

સંચાલકોને જણાવવામાં આવ્યું છે કે, ઉક્ત સૂચના ફક્ત ફાયર સેફટીના સલામતી અર્થે આપવામાં આવે છે, એમ સંચાલકોને જણાવવામાં આવ્યું છે. ફાયર વિભાગ સિવાયની અન્ય ઓથોરીટી જેવી કેટ્રાફિક વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનીઅમલવારી તથા પાલન કરી અલગથી લાગત વિભાગના “ના-વાંધા પ્રમાણપત્ર” મેળવી લેવાના રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ

આ પણ વાંચો: એલન સાથેની સાંઠગાંઠમાં સુરતમાં સંડોવાયેલી સ્કૂલોની તપાસ કરીશુઃ ડીઇઓ

આ પણ વાંચો: Mantavya Exclusive/એલન ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડ: શિક્ષણના નામે ધંધો અને નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ