Gandhinagar News: ગુજરાતમાં તાજેતરમાં જ એક તલાટીએ વર્ષમાં બે હજારથી વધુ લગ્નોની નોંધ કરાવી હોવાનો કિસ્સો સામે આવતા રાજ્ય સરકાર પણ ચોંકી ગઈ છે. આ તલાટી સામે તો કાર્યવાહી થશે, પરંતુ આ પ્રકારે થતાં લગ્નોએ રાજ્ય સરકારની ચિંતા પણ વધારી છે. આ બતાવે છે કે સમાજ જીવન અને સામાજિક વ્યવસ્થા ક્યાં જઈ રહી છે. તેથી હવે ગુજરાતમાં ભાગીને થતાં પ્રેમલગ્નોના મામલે કાયદાકીય ફેરફારોની માંગણીને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.
પ્રેમલગ્નો મુદ્દે સમાજ તથા સરકાર લગ્નના નોંધણી કાયદામાં સુધારો કરશે
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના નેતા કૌશિક વેકરિયાની સાથે પાટીદાર સમાજના આગેવાનો જોડાયા હતા. સમાજ દ્વારા મુખ્યત્વે લગ્નના નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. આ માંગનો મૂળભૂત હેતુ એ છે કે યુવક અનેય વતીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમલગ્નોના કિસ્સાઓમાં માબાપની જાણ બહાર અને તેમની મંજૂરી વગર થતાં પ્રેમલગ્નો પર અંકુશ લાવી શકાય. તેની સાથે તલાટી જેવા સરકારી કર્મચારીઓ ખોટા-ખોટા લગ્નોની નોંધણી કરાવે છે તેના પર અંકુશ મૂકી શકાય.
હવે તો દરેક સમાજની સ્પષ્ટ માંગે છે કે લગ્નની નોંધણી વખત યુવક-યુવતીના માતાપિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. આ કાયદાકીય ફેરફારથી સામાજિક સમસ્યાઓ ઘટશે અને કૌટુંબિક સંમતિ જળવાઈ રહેશે. સરકારે પાટીદાર સમાજના આગેવાનોની પ્રેમલગ્નો મુદ્દે રજૂઆત ધ્યાનથી સાંભળી છે અને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મુદ્દે કયા પ્રકારના કાયદાકીય પગલાં લે છે અને લગ્ન નોંધણીના કાયદામાં કયા-કયા પ્રકારના સુધારા લાવવામાં આવે છે જેથી સામાજિક માંગ સંતોષી શકાય.
આ પણ વાંચો: મૌખિક સંમતિથી મુસલમાનોના છૂટાછેડા કાયદેસર, ગુજરાત હાઇકોર્ટને કુરાન-હદીસનો ઉલ્લેખ કરે મહત્વનો ચુકાદો
આ પણ વાંચો: પરિણીત પ્રેમીના ‘છૂટાછેડા’ના જીદથી તેનું જીવન ગયું, આ સીરીયલ કિલર ચાર વર્ષ પછી પકડાયો!

