Bharuch News: અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હી થી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ડુપ્લિકેટ માર્કશીટને કેસ ઉકેલાઈ જશે તેમ લાગે છે.
અંકલેશ્વર મા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ
થોડા દિવસો પહેલા અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી..કોમ્પ્યુટર કલાસીસ માંથી ડુપ્લીકેટ માર્કશીટ તેમજ કમ્પ્યુટર મળી 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આરોપીઓ માત્ર 15 હજારમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપતા હતા.ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાજને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો.
મોબાઈલ નંબરના આધારે પોલીસે ટેક્નિક સર્વેલન્સ શરૂ કરી એક ટીમ દિલ્હી રવાના કરી હતી. ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. ભરૂચ પોલીસની ટીમે દિલ્હીમાં ધામાં નાંખી આખરે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી પણ 42 અલગ અલગ પ્રમાણ પત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટીટ્યુટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ધરપકડના પગલે આ કૌભાંડીઓએ અત્યાર સુધી કેટલા લોકોને આ પ્રકારની બોગસ માર્કશીટ વેચી છે તેની ખબર પડશે. તેની સાથે બોગસ માર્કશીટ ખરીદનારાઓએ તેના આધારે કયા પ્રકારના ખેલ કર્યા છે અને નોકરીઓ મેળવી છે તેની પણ ખબર પડી શકે છે. આગામી દિવસોમાં આ મુદ્દે નવા ફણગા ફૂટે તો આશ્ચર્ય ન થવું જોઈએ.
આ પણ વાંચો: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશનું કૌંભાડ
આ પણ વાંચો: સુરતના સિંગણપોરમાં નકલી માર્કશીટ મામલે 2 શખ્સની કરાઈ ધરપકડ

