Surat News : સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ લઈ પ્રવેશ મેળવવાનું કૌંભાડ ઝડપાતા ચકચાર મચી છે. અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યાનુ ખુલ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા હતો. યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં 62 ના પ્રવેશ રદ કરાયા છે.
મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કસીટિ મેળવ્યો હતો પ્રવેશ. કેટલાક વિદ્યાર્થીઓએ તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે. યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતાં નકલી માર્કશીટ થી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો: આધારકાર્ડથી લઈને TDS દરમાં 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, જાણો
આ પણ વાંચો: આધારકાર્ડમાં કેટલી વખત નામ અને સરનામાની બદલી શકાય વિગત, જાણો
આ પણ વાંચો: આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં, ગુજરાત સરકારે આવો નિર્ણય કેમ લીધો જાણો…
