Gujarat/ બર્ડ ફ્લૂની રાજ્યમાં એન્ટ્રી, અહી આવ્યો પ્રથમ કેસ

ગુજરાતમાં કોરોનાનાં કેસ વચ્ચે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જા હા, મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં બર્ડફ્લૂનો પહેલો કેસ નોંધાયો છે. 

Gujarat Others
  • ગુજરાતમાં બર્ડફ્લૂનો પહેલો કેસ- સૂત્ર
  • ભોપાલ મોકલાયેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • માણાવદરમાં નોંધાયો ગુજરાતનો પ્રથમ કેસ
  • જૂનાગઢના માણાવદરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલ

ગુજરાતમાં કોરોનાનાં કેસ વચ્ચે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જા હા, મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં બર્ડફ્લૂનો પહેલો કેસ નોંધાયો છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતનો પ્રથમ કેસ માણાવદરથી નોંધાયો છે. જુનાગઢનાં માણાવદરથી બર્ડફ્લૂનો પહેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના અહેવાલ છે. આ રિપોર્ટને ભોપાલમાં મોકલવામાં આવેલ જે મળી રહેલી માહિતીનાં આધારે પોઝિટિવ આવતા રાજ્યમાંં બર્ડ ફ્લુનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં બર્ડ ફ્લુ સામે સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. રાજ્યમાં કુલ 69 પક્ષીઓનાં મોત થયા હોવાના અહેવાલ છે. જેમા 55 પક્ષીઓનાં મૃત્યુ ફૂડ પોઇઝનિંગનાં કારણે થયા હોવાના અહેવાલ છે. આ સિવાય 14 પક્ષીઓનાં નમૂના ભોપાલ મોકલાયા છે. લેબનાં રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. વળી બર્ડ ફ્લુ સામે રાજ્યનું પશુપાલન ખાતુ પણ એક્ટિવ જોવા મળી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત આસપાસનાં રાજ્યમાં બર્ડ ફલૂ ઝડપથી ફેલાઇ રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે, ત્યારે મેડિસિન વિભાગનાં વડા કમલેશ ઉપાધ્યાયનું નિવેદન સામે આવ્યુ છે, જેમા તેમણે કહ્યુ છે કે, 2006માં સૌથી પહેલા આ વાયરસ જાણમાં આવ્યો હતો. વળી રાજ્યમાં બે મોટા શહેર અમદાવાદ અને વલસાડમાં 2017માં આ વાયરસ દેખાયો હતો. વર્ષ 2020માં હરિયાણા,MP, કેરળમાં આ વાયરસ દેખાયો હતો. આ બર્ડ ફ્લુની સૌથી વધુ શક્યતા ઠંડીની સીઝનમાં જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં 70 સ્થળ છે, જ્યાં વિદેશથી પક્ષીઓ આવે છે. જો કે મળી રહેલી માહિતી અનુસાર, ચિંતા કરવા જેવી સ્થિતિ નથી. ખાસ કરીને પિંજરામાં મોટા થયેલા પક્ષીઓમાં બર્ડફ્લુની ચિંતા વધુ હોય છે. જાણને નવાઇ લાગશે પણ 110 સ્થાન પર કરોડથી વધુ પક્ષીઓને મારી નખાયા છે. ભોપાલની લેબોરેટરીમાં રિપોર્ટ મોકલાયા છે.

Dahod: CM રુપાણીએ 1500 કરોડનાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ…

Gujarat: ડીસામાં ગેરકાયદેસર ધમધમતા કતલખાના બંધ કરવાની માંગ…

Rajkot: કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલોને પણ NOC લેવી પડશે : ઉદીત અગ્ર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…