સુરત/ કંઈ અને કેવી દારૂબંધી? સારોલી પોલીસે કન્ટેનરમાંથી દારૂ-બિયરના ટીન સાથે 1ની કરી ધરપકડ

સુરતના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બાતની મળી હતી કે, સારોલી ઓર્બિટ ટાવર ચાર રસ્તા નજીકથી એક વાહનમાં દારૂના મુદ્દામાલની હેરફેર થવાની છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે છતાં પણ અવારનવાર અલગ અલગ વિસ્તારોમાંથી લાખો રૂપિયાના દારૂનો મુદ્દામાલ પકડાયો હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થતાં એક કન્ટેનરમાંથી પોલીસને 1,99,700નો દારૂ અને બિયરનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેથી પોલીસે ઝીનકાન વર્માની ધરપકડ કરી છે અને શ્રવણ નામના એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે અને પોલીસે કન્ટેનર સહિત કુલ 27 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બાતની મળી હતી કે, સારોલી ઓર્બિટ ટાવર ચાર રસ્તા નજીકથી એક વાહનમાં દારૂના મુદ્દામાલની હેરફેર થવાની છે. તેથી બાદમીના આધારે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા આ જગ્યા પર વોચ ગોઠવવામાં આવી હતી અને સારોલી પોલીસે ઓરબીટ ટાવર ચારાયોના સર્કલ તરફથી આવતા રોડ પરથી એક હરિયાણા રજીસ્ટ્રેશનનું કન્ટેનર પસાર થતાં આ કન્ટેનર ને પોલીસે અટકાવ્યું હતું.

ત્યારબાદ કન્ટેનરની અંદર તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના 1533 દારૂના પાઉચ તેમજ 464 બિયરના ટીન મળી આવ્યા હતા. દારૂની કિંમત 1,53,300 તેમજ બિયરના ટીમની કિંમત 46,400 રૂપિયા થવા પામે છે આમ પોલીસે 1,99,700ના દારૂ બીયરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે કન્ટેનરમાં દારૂ લઈ જવાતો હતો તે પણ જપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે પોલીસે 25 લાખના કન્ટેનર સાથે દારૂ અને બીરિયરના મુદ્દામાલ સહિત કુલ 27,05,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તો પોલીસે દારૂ અને બિયરના મુદ્દામાલ સાથે ઝીનકાન વર્માની ધરપકડ કરવામાં આવી છે અને શ્રવણ નામના એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે કન્ટેનરનો ડ્રાઇવર ઝીનકાન અયોધ્યા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તે દારૂનો આ મુદ્દામાલ રાજસ્થાનથી લાવ્યો હતો. તો આગામી દિવસોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે, આ ઈસમ કોની પાસેથી દારૂ લાવ્યો હતો, અગાઉ કેટલી વખત આ પ્રકારે દારૂની હેરાફેરી કરી ચૂક્યો છે અને આ દારૂનો મુદ્દામાલ કોને આપવાનો હતો.



આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ