Gujarat surat/ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

સુરતની સ્મિમેર હોસ્પિટલ વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાઈ રહી છે. ત્યારે ફરી એક વખત સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં ફરક બજાવતા કર્મચારીને આમ આદમીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા દ્વારા તમાચો મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

Gujarat Surat
Mantavyanews 1 7 સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

@અમિત રૂપાપરા 

Surat News: સુરતની સ્મિમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એક કર્મચારીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા તમાચો માર્યો હોવાનો એક મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં કર્મચારી દ્વારા કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા માટે એક અરજી પણ આપવામાં આવી છે.

સુરતની સ્મિમેર હોસ્પિટલ વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાઈ રહી છે. ત્યારે ફરી એક વખત સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં ફરક બજાવતા કર્મચારીને આમ આદમીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા દ્વારા તમાચો મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પરાગજી નગરમાં રાહુલ પટેલ નામનો વ્યક્તિ પરિવાર સાથે રહે છે અને હોસ્પિટલમાં આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાના કોઈ પરિચિત વ્યક્તિનું કામ સ્મીમેર હોસ્પિટલમાં હતું અને તેને લઈને આ સંબંધી હોસ્પિટલમાં ગયા હતા અને રાહુલને મળ્યા હતા. જો કે રાહુલનું કામ આયુષ્યમાન કાર્ડની માહિતી આપવાનું છે જેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઓળખીતા વ્યક્તિનું કામ રાહુલ કરી શકે તેમ ન હતો. તેથી પરિચિત વ્યક્તિ દ્વારા આ બાબતે કોર્પોરેટર વિપુલ સુહાગિયાને માહિતી આપવામાં આવી અને ત્યારબાદ કોર્પોરેટર હોસ્પિટલમાં આવીને રાહુલ પાસે જઈને માથાના પાછળના ભાગે ટપલી મારી હતી.

કોર્પોરેટરે રાહુલને માર મારતા તેને કાનમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ રાહુલે કાનના દુખાવાની સારવાર લીધી હતી અને અંતે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા માટે એક અરજી પણ આપી હતી. રાહુલની માંગણી છે કે, કોઈપણ વ્યક્તિ ફરજ બજાવતા ઓન ડ્યુટી વ્યક્તિ પર આ રીતે હાથ ઉપાડી શકે નહીં જેથી તેને મારનાર કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત