શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા મોંઘવારીનો વધુ એક માર. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવ વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો વધારો કર્યો છે. RTO રજિસ્ટ્રેશન, ફિટનેસ, પાસિંગનો બોજો આવતા ભાવ વધાર્યો છે. રિક્ષાના ભાવમાં રૂ.100 અને વાનના ભાવમાં રૂ.200 વધાર્યા છે. આખા રાજ્યમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાશે.
રાજ્યમાં અનેક સ્થાનો પર વેકેશન પૂર્ણ થઈ ગયું છે. સોમવારનો રોજથી અમદાવાદમાં પણ ખાનગી અને સરકારી શાળાઓની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ શાળાઓ સંભવત આગામી સપ્તાહથી શરૂ થઈ શકે છે. કાળઝાળ ગરમીના પગલે શાળાઓમાં વેકેશનના દિવસો લંબાવવામાં આવ્યા હતા. ત્યારે અનેક સ્થાનો પર છુટોછવાયો વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી છે. શાળાઓ શરૂ થતા વાલીઓ પર શૈક્ષણિક ફી સાથે વધુ બોજો પડી શકે છે. જો સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવ વધારો કરશે તો વાલીઓએ નિર્ધારિત કરેલ માસિક બજેટ ડામાડોળ થશે. રિક્ષા અને વાનના ભાવમાં વધારો થવા અંગે વાલીઓ વિરોધ નોંધાવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં
